________________
एत्थं सत्थं असमारंभमाणस्स इच्चए आरंभा परिण्णया भवंति। तं परिणाय मेहावी नेव सयं पुढविसत्थं- समारंभेज्जा, णेवण्णेहिं पुढविसत्थं समारंभावेज्जा, पेवण्णे पुढविसत्थं समारंभंते। समणुजाणेज्जा जस्सएए पुढविकम्मसमारंभा परिण्णाया भवंति से हु मुणी परिण्णायकम्मे त्तिबेमि ॥
(બાવાન, સૂત્ર ૨૮) આચારાંગ સૂત્રમાં મહાવીર સ્વામી આ પ્રમાણે કહે છે કે જેઓ પૃથ્વીકાયના આરંભ–સમારંભોને જાણે છે એવા મેધાવી શાની સ્વયં પૃથ્વીકાયનું આરંભન કરે, બીજા પાસે ન કરાવે અને કરનારની જે અનુમોદના ન કરે તો તે સાચો પૃથ્વીકાયને જાણનારો શ્રદ્ધા કરનારો છે અને તે જ તેના આરંભથી વિરામ પામેલો સાચો મુનિ છે. - આ પ્રમાણે પ્રથમ જીવવિચારમાં પૃથ્વીકાય જીવોનું વર્ણન કર્યું. સૌ પ્રથમ જિનાજ્ઞા તો મુનિ બનવાની છે. તે જ સાચો મુનિ છે જે પૃથ્વીકાયાદિ જીવોને સર્વશની દષ્ટિથી જાણીને આરંભાદિ કાર્ય કરતાં નથી અર્થાત્ તેની હિંસાનો સર્વથા ત્યાગ કરે છે. જે સર્વથા ત્યાગ ન કરી શકે તેણે શક્ય એટલી હિંસાથી બચવાનું લક્ષ રાખવું જોઈએ.
जन्मजरामरणमाद्यैः पीडितमालोक्यविश्वं अनगारा निःसंगत्वं कृत्वा ध्यानार्थे भावना जग्मुः।
" (કાચારાંગ) જન્મ–જરા-મરણાદિ પીડાથી પીડિત એવા લોકને જોઈને આ આત્માઓની પીડામાં નિમિત્ત ન બનાય અને પોતાનો આત્મા પણ આ પીડાથી મુક્ત બને તે માટે અણગાર ધર્મોં અર્થાત્ સર્વ સંગનો ત્યાગ કરી નિસંગરૂપ—અવ્યાબાધ સુખના ધામરૂપસિદ્ધિની સાધના માટે સાધુપણાનો ઉપદેશ જ્ઞાની ભગવંતોએ આપ્યો અને તે ઉપદેશ ખરેખર તે જ પાળી શકે છે પૃથ્વીકાયાદિ સર્વ જીવોને જાણી સ્વ પર કરૂણા લાવી તેની હિંસાનો ત્યાગ કરે.
જીવવિચાર | ૧