________________
નમસ્કારથી પ્રગટ થશે. તેથી પોતાની સાથે સર્વ જીવોને તેઓ સત્તાએ સર્વજ્ઞ માને છે.
लोगागासपएसेइकिकं निक्खिवे पुढविजीवं
एवं मविज्जमाणा हवंति लोआ असंखिज्जा ॥ ८८ ॥ (આચારાંગ નિર્યુકિત.)
સ્થાવર જીવોમાં માત્ર પૃથ્વીકાય જીવોને જો એક એક આકાશ પ્રદેશ પર એક એક જીવને રાખવામાં આવે તો અસંખ્ય ૧૪ રાજલોક ભરાય એટલી સંખ્યા માત્ર એક પૃથ્વીકાયની છે. આ વાતની શ્રદ્ધા થાય તો સાધુ–સાધ્વીને પોતાના જીવનમાં હતાશા, નિરાશા, ખેદાદિ ન વર્તે. તેઓને ૧૪ રાજલોકના સમગ્ર જીવોને અભયદાન આપવા રૂપ મહાધર્મ–મહાવ્રતોનું પાલન કરવાનો લાભ પ્રાપ્ત થયો છે. અભયદાનના મહાદાતા બનીને પરમાત્મ સ્વરૂપનું અંશમય જીવન તેઓ જીવી રહ્યાં છે. જેથી જગત તેમને પણ વંદન કરે છે અને તેથી સાધુ જેટલું બીજું કોઈ મહા આદર્શ ઊચું સ્થાન આ સંસારમાં નથી. સાધુ જીવનની અનુમોદના એટલે સાધુએ કરેલાં ૧૪ રાજલોકના જીવોના અભય ધર્મની અનુમોદના. જેથી પોતાને પણ તે જ ભાવ આવે અને દુષ્કર એવું સ્થાવરકાય જીવોને અભય આપવાનું સામર્થ્ય પ્રગટે. આથી જીવવિચારમાં સ્થાવરકાય જીવોને અવશ્ય જાણવા યોગ્ય છે એવું પૂ. શાંતિસૂરિ મહારાજ ફરમાવી રહ્યા છે.
પૃથ્વીકાય જીવોની વિરાધના કયા કારણથી થાય?
चकमणे य द्वाणे निसीयणे तुयट्टणे य कयकरणे । उच्चारे पासवणे उवगरणाणं च निक्खिवणे ॥ ९२ ॥
आलेवण पहरण भूसणे य कयविक्कए किसीए य । भंडापि य करणे ठवभोगविही मणुस्साणं ॥९३॥ (આચારાંગ નિર્યુક્તિ–૯૨/૯૩)
જીવવિચાર || ૫૮