________________
* તૂરી તેજતુરી એક જાતની માટી,લોઢાના રસમાં નાખતા સુવર્ણ થાય
તે.બીજો અર્થતૂરી એટલેફટકડી. (પાણીમાંકચરો બેસાડવામાં કરાય છે.)
સઃખારો, પાપડખાર, સોજીખાર, નવસાર. મીઃ માટી (જુદા-જુદા રંગની હોય). પાહાર અનેક પ્રકારના પથ્થર લાવામાંથી બનતા પત્થર કઠિન હોય. ગ્રેનાઈટાદિ જમીનમાંથી બનતા પત્થર, આરસ, રેતાળ પત્થરાદિ.
' સોવીરસદ અને કાળારંગનોખનિજ પદાર્થ સુરમો (આંખમાં આજવાનું અંજન) તથા બેટરી અને લખવાની શાહીમાં વપરાય છે. લઃસિંધાલુણ આદિ. (સિંધવ, સંચળ, બિડણ દરિયાના ખારા
પાણીને સૂક્વીને બનાવવામાં આવે તે મીઠું) n પૃથ્વીકાયમાં જીવપણાની સાબિતીઃ
પૃથ્વીકાય જીવો પોતાના જેવા બીજ અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આરસની ખાણોમાંથી આરસ કાઢવા છતાંનવો નવો આરસ ઉત્પન્ન થયા કરે છે. સાબરકાંઠાના ગામમાં ઘરઘરની અંદર પૃથ્વીકાયમાંથી પથ્થર ઉત્પન્ન થઈને બહાર આવ્યા કરે છે માટે વારંવાર તે પથ્થરોને કાપવા પડે. 3. પારો એ જીવ છે તેની સાબિતીઃ - પારામાં સ્ત્રી પ્રત્યેની મૈથુનસંશા પ્રબળ હોય છે. પૂર્વના કાળમાંપારાને કાઢવા એક સુંદર કન્યાને સોળે શણગાર સજાવી તીવ્ર વેગી ઘોડા પર બેસાડવામાં આવતી અને પછી તે સ્ત્રી કુવામાં દષ્ટિપાત કરતી અને ઘોડાને દોડાવવામાં આવતો. સ્ત્રીના પડછાયાથી કામાતુર યુવાનની જેમ પારો કુવામાંથી ઉછળી બહાર જમીન પર પડતા તે નિર્જીવ થઈ જાય. જો પારામાં જીવત્વ ન હોય તો પુરુષની જેમ ઉછળે નહીં. અમેરિકાના વૈજ્ઞાનિકના દાવા પ્રમાણે પથ્થરના ઢેફાને પાણી પીવડાવવાથી તે વારંવાર વૃદ્ધિ પામતું હોય છે.
જીવવિચાર / પ૩