________________
આથી ત્રસકાયનું મહત્ત્વ બતાવવા પ્રથમ ત્રસકાયની વ્યાખ્યા કરી પછી સ્થાવરકાયની વ્યાખ્યા કરી છે.
ત્રસ અને સ્થાવર આ બે સત્તાએ સિદ્ધ સ્વરૂપી હોવા છતાં તેમજ અરૂપી નિરાકાર અવસ્થાવાળા હોવા છતાં નામ કમેં રૂપ તથા આકારમાં ગોઠવી દીધાં. આત્મા પોતાની મૂળભૂત અવસ્થા કર્મના કારણે ભૂલી રૂપ અને આકારમાં પાગલ બની ગયો. આ ત્રસલામ કર્મ પુણ્ય પ્રકૃતિ છે પરંતુ તે સફળ ત્યારે જ થાય જ્યારે જીવ તેને ખપાવવા માટેની મહેનત કરતો હોય અને તે ખપાવવા માટે જ સંયમ માર્ગ બતાવ્યો છે. અર્થાત્ આત્માએ ત્રસનામ ખપાવવા અને સ્થાવર નામકર્મ ન બંધાય તે માટે સંયમ માર્ગમાં સ્થિર થવાનું છે. સંયમ માર્ગનો સ્વીકાર અને પાલન તે જ જીવ કરશે જે જીવાજીવના સ્વરૂપને સર્વજ્ઞ પ્રમાણે જાણશે. જે જીવને અનાદિ સંસારનું વિસર્જન કરવું હશે તેણે સંયમ અર્થે ત્રસ–સ્થાવર જીવોનું જ્ઞાન જાણવું અતિ જરૂરી છે. જે જીવ અને અજીવ બન્નેને જાણે તે જ સંયમને જાણી શકે.
जो जीवे वि वियाणेइ अजीवे वि वियाणइ । जीवाजीवे वियाणंतो सो हु नाहीइ संजमं ॥
૪–૧૩ (દશવૈકાલિક) આમ સંયમાર્થે ત્રસ–સ્થાવર જીવોનું સ્થાન જાણવું જરૂરી તેમાં સ્થાવરકાય જીવોની વિશેષ વિરાધના થતી હોવાથી પ્રથમ સ્થાવર જીવોનું વિશેષ સ્વરૂપ કહેવાશે. 1 સ્થાવર જીવઃ તાપાદિ પીડાથી પીડા પામવા છતાં સ્થાવરજીવ પોતાના અનુકૂળ સ્થાને ઇચ્છા મુજબ ગતિ કરી શકતા નથી અને ઠંડી આદિ ગમે તેવી પ્રતિકૂળતા હોય તો પણ ત્યાંથી ખસીને ઇચ્છા મુજબ જઈ શકતા નથી. અપૂકાય, વાયુકાય, અગ્નિકાયને ગતિ કરતાં આપણે જોઈએ છીએ, પણ તેઓ ઈચ્છા મુજબ ગતિ કરી શકતા નથી. અપૂકાયનાં જીવોને જે તરફ
જીવવિચાર || ૪૨