________________
સિવાય કોઈને વંદના ન કરે. આચાર્યાદિને વંદના એટલા માટે છે કે તેઓ પણ ગુણથી પૂર્ણતાની સ્વયં પ્રતિજ્ઞાબદ્ધ સાધના કરે છે તેથી તેમને પણ વંદન કરાય છે. જીવ માત્ર પણ સત્તાએ ગુણરૂપ પૂર્ણ છે, તેથી તેઓ પણ વંદનને યોગ્ય છે. તેથી તે પણ હણવા યોગ્ય નથી, પીડા આપવા કે આસાતના કરવા યોગ્ય નથી. આ સર્વજ્ઞની આજ્ઞા છે અને સર્વજ્ઞ બનવાનો આ જ માર્ગ છે. સર્વ જીવોને જાણીને સર્વજીવોને પીડા આપવામાં આપણો આત્મા નિમિત્ત ન બને તે માટે જીવવિચાર ભણવાનું છે.
(૨) સંસારી જીવો : (i) ત્રસકાય (ii) સ્થાવરકાય.
(i) ત્રસક્રાયની વ્યાખ્યા : જે જીવો ત્રસનામ કર્મના ઉદયથી તાપાદિ પીડાદિથી ત્રાસ પામીને તેને દૂર કરવાર્થે પોતાની ઇચ્છા મુજબ એક સ્થળેથી ખસી બીજા સ્થાને જવા માટે સમર્થ હોય તેને ત્રસ જીવો કહેવાય. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો ત્રસ જીવો છે.
(ii) સ્થાવરકાયની વ્યાખ્યા ઃ જે જીવો સ્થાવર નામ કર્મના ઉદયથી શીતોષ્ણ ભયાદિથી પરિતાપને પામવા છતાં તેને દૂર કરવા સમર્થ ન હોય અર્થાત્ ઇચ્છા મુજબ હલન-ચલન ન કરી શકે તેને સ્થાવર જીવો કહેવાય. તેમને ફકત એક સ્પર્શેન્દ્રિય જ હોય. સ્થાવરકાય જીવો પાંચ પ્રકારે છે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય. શેય જાણવા યોગ્ય, આત્માનો સ્વભાવ જાણવાનો છે, તેથી અવશ્ય ત્રસ—સ્થાવર જીવો જાણવા જોઈએ.
સ્થાવર જીવોને વ્યવસ્થિત સમજવા હોય તો ત્રસ જીવોને પણ સમજવા પડે. આપણે ત્રસ પર્યાયમાં છીએ એ ત્રસ પુણ્ય પ્રકૃતિનો ઉદય ગણાય છે. સ્થાવર પાપ પ્રકૃત્તિનો ઉદય છે. સંશી પંચેન્દ્રિય જ પોતાનો ભવ સફળ કરી શકે. વિકલેન્દ્રિયપણું પાપની વૃદ્ધિ માટે જ છે. જે માત્ર અનુકૂળતાની જ શોધ કરે છે અને અનુકૂળતાને ભોગવવા માટે પુણ્યપ્રકૃતિ જોઈએ તો ત્યાં મિથ્યાત્વ છે. સ્થાવરને એકાંતે પાપ પ્રકૃત્તિ હોય છે. પ્રત્યેક વનસ્પતિને સંજ્ઞા છે માટે જીવવિચાર || ૪૦