________________
થવાવાળો આત્મા પણ ભૂલો કરે છે તો કર્મસત્તાએ એમને પણ નરકના દ્વાર દેખાડી દીધાં. કાનનો દુરુપયોગ કર્યો તો નરકમાં પરમાધામીઓ દ્વારા ગરમાગરમ સીસું અને તેલ રેડાય છે અને આંખો દ્વારા જે સ્ત્રીઓનાં અંગોપાંગો જોવા દ્વારા પાપબાંધ્યું હોય તેમને પરમાધામીઓ પૂતળીઓવિકુર્તીને તેમાંથી તણખા ઝરે અને તે નારકની આંખમાં પડે ને ભયંકર પીડા પામે છે. રાવણ-વાલીના યુદ્ધમાં વાલી જીતી જતાં તેમણે વિચાર કર્યો કે વેરનો સંબંધન રહે તે માટે પોતાની પુત્રી રાવણને પરણાવી, સુગ્રીવને રાજ્ય આપીને રાવણની આજ્ઞામાં મૂક્યો અને પોતે દીક્ષા લીધી.
OOO
જીવવિચાર || ૩૧૮