________________
વિચાર કરે છે માટે તે જીવ અવમય બનતો જાય છે. આત્માને જીવનો વિચાર આવવો દુષ્કર છે. પરમ જાગૃતિ માટે જીવે જીવનો વિચાર કરવા જેવો છે. મન દ્વારા જીવને વિષે વિચારવુંતે જીવવિચાર. મનમાં જે વિકલ્પો ચાલે તે જ્ઞાનના પરિણમનના આધારે થાય છે. જેણે જીવોને જાણ્યા નથી એવા અબુધ જીવોના બોધને માટે આ જીવવિચારની ગ્રંથકારે રચના કરી છે.
જગતમાં મુખ્ય બે તત્ત્વો છે. જીવ અને અજીવ તત્ત્વ અર્થરૂપ છે. વ્યવહારથી અર્થ એટલે ધન. આપણા આત્માનું ધન જ્ઞાનાદિ ગુણ છે. જીવ–અજીવને જાણવું એ જીવનું પરમ કર્તવ્ય છે. તે જ મુખ્ય જિનાજ્ઞા છે. ૧૪મ નાળ તો ત્યા વ વિદુ સવ્વ સંગપ્રથમ શાન, પછી દયા, શાન વિના દયા નહીં. દયા વિના સંયમ નથી. સંયમ વિના તપ નથી અને તપ વિના નિર્જરા નથી તો નિર્જરા વિના મોક્ષ નથી.
ઇચ્છારોને સંવરી પરિણતિ સમતા યોગે રે તપ તેહિ જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે
.
(નવપદ દુહા)
जो जीवेवि न याणेइ, अजीवेवि न याणेइ जीवाजीवे अयाणंतो, कहं सो नाहीइ संजम ? ॥ ૪। ૧૨ । (દશવૈકાલિક) જે આત્મા જીવોને પણ જાણતો નથી, અજીવોને પણ જાણતો નથી, તે કઈ રીતે સંયમને જાણશે ? જાણ્યા વિના સંયમનું પાલન કઈ રીતે થશે? આથી જીવ અજીવને નહીં જાણતો આત્મા જ્યારે જીવ અજીવને જાણે ત્યારે જ્ઞાનરૂપી ધન આવે. શાનાદિ ગુણથી આત્મા સમૃદ્ધ બને. તેથી જ્ઞાન જેવું કોઈ સુખ નથી. શાન સુખની ખાણ છે. જ્ઞાનરૂપી ધન જેની પાસે નથી તેના જેવો કોઈ દરિદ્ર દુઃખી નથી. જે જીવ અજીવને સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે જાણે છે તે જ સાચું જ્ઞાન ધન છે બાકી બધું નકામું છે.
જીવવિચાર || ૩૦