________________
કરી શકે. કારણ વગર સાધુ અંગોપાંગ પણ હલાવે નહીં. સાધ્યનો નિશ્ચય થાય એટલે બધું જ કાર્ય થાય. આત્મા પોતાની તમામ શક્તિને ત્યાં કેન્દ્રિત કરી દે. આત્મા કેવો છે? અચિંત્ય શક્તિનો સ્વામી છે. આપણી સાધના શરીર દ્વારા આત્મામાં થવી જોઈએ તે થતી નથી, શરીરમાં જ થાય છે માટે પ્રગતિ થતી નથી અને શરીર સાથે રહેલો છે એટલે આત્માઆર્તધ્યાનમાં ગયો તે તેને તિર્યંચગતિમાં લઈ જાય. ગુણોમાં નથી રહ્યો તો દોષોમાં રહ્યો છે. મોહનો પરિણામ જ્યારે મધ્યમ હોય ત્યારે આર્તધ્યાન અને તીવ્ર ચાલતો હોય ત્યારે રૌદ્રધ્યાનમાં જવા વડે દુર્ગતિમાં જાય છે.
જીવમાં ગુણો પ્રત્યેની પ્રીતિ ન આવે તો તેનું સ્થાન ઇર્ષા લેશે. માયાલોભ-રાગનો પરિણામ છે. ક્રોધ-માન દ્વેષનો પરિણામ છે. ગુણ જોઈને ગુણો પર પ્રેમ- આનંદ થવો જ જોઈએ. આનંદનથાય ને અપ્રીતિ આવી તો ક્રોધ દ્વેષ રૂપે ઈર્ષાનો પડદો આવી ગયો, મિથ્યાત્વ આવ્યું. ઈર્ષા એ આર્તધ્યાન છે તેનું લક્ષણ દીનતા છે. તેની પાસે છે ને મારી પાસે નથી. તેથી દીનતા આવે છે. આપણને આવું થાય તો સમજવું કે દીનતા આવી તેથી આર્તધ્યાન ચાલુ છે. જ્ઞાનની સાથે આચાર ને ક્રિયાનો સમન્વય થવો જોઈએ. 3. ઈર્ષાભાવથી ગચ્છાધિપતિ સર્ષપણાને પામ્યા.
રાજા વડે માન-સન્માનને પામતા એવા એક ગચ્છાધિપતિના એક લઘુ શિષ્ય પ્રકાંડ વિદ્વાન બન્યા. આચાર સંપન્ન છે તેથી લોકો માન-સન્માન એમને આપે છે, પ્રશ્નોના સમાધાન તેની પાસે મેળવે છે. આથી ગચ્છાધિપતિને મનમાં થાય છે કે હવે બધા તેને પૂછે છે મને તો કોઈ પૂછતું પણ નથી, એ આર્તધ્યાનમાં રહે છે, કાળ કરીને ભોરિંગ સર્પ બને છે. નૂતન આચાર્ય ગચ્છાધિપતિ બન્યા. એકવાર ઉદ્યાનમાં ગયા તે વખતે તે સર્પ સામે જ આવે છે તેમાં પણ તે લઘુશિષ્ય તરફ જ વારંવાર જાય છે તેથી નૂતન આચાર્યને ખ્યાલ આવ્યો કે કદાચ આ આપણા ગુરુ તો નહીં હોય ને? તેથી બધાએ ભેગા થઈને તેમને પ્રાર્થના કરી કે અમારો કોઈ પણ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો.
જીવવિચાર // ર૯૪