________________
પારકી વસ્તુ સંયોગ સ્વભાવવાળી હોવાથી તે છૂટી શકે છે. તત્ત્વની સમજણ આવ્યા પછી છોડવામાં મહેનત નહીં પડે મહેનત તો પકડવામાં જ છે.
જીવની રખડપટ્ટી શા માટે થઈ?
સૌ પ્રથમ જીવે એ સમજવાની જરૂર છે કે એક માત્ર મનુષ્ય ભવ જ એવો છે કે ત્યાંથી સદાને માટે રખડપટ્ટી બંધ થઈ શકે. મોક્ષ અને સંસાર એક વખત સાચી રીતે સમજાઈ જાય પછી સંસારમાં તે વ્યક્તિને રહેવું દુષ્કર લાગે. જેમ અવંતિ સુકુમાલને પૂ. આર્યસુહસ્તિસૂરીના મુખારવિંદમાંથી નલિની ગુલ્મ વિમાનના વર્ણનવાળું અધ્યયન સાંભળવા માત્રથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને જાતિસ્મરણથી દેવલોકને સાક્ષાત્ જોયો અને તેથી અહીંના સુખો તેમને તુચ્છ લાગ્યા તેથી તે સ્થાને પહોંચવા મન ઉત્કંઠિત થવા લાગ્યું. તેમને એકક્ષણ પણ અહીં રહેવું ભારે લાગ્યું, તેથી રાતના સમયે જ પૂ. આર્યસુહસ્તિસૂરિ પાસે આવીને દીક્ષાની માંગણી કરી. ગીતાર્થ ગુરુએ જ્ઞાનોપયોગ મૂકી અવંત સુકુમાલની યોગ્યતા જાણી માતા–પિતાની રજાવિના પણ દીક્ષા માટે સંમતિ આપી. તેમણે દીક્ષા ગ્રહણ કરીને તે જ રાત્રે જંગલમાં જઈ અનશન કર્યું. શિયાળે આખી રાત ઉપસર્ગ કરી તેમના દેહને ફાડી ફાડીને ખાધો છતાં મુનિ લેશ માત્ર ન ડગ્યા અને સમતામાં રહ્યાં. તેમને નલિની ગુલ્મવિમાનમાં જવાનું લક્ષ બંધાઈ ગયેલું તેથી સમતાથી સાધના કરી તો તરત જ તે જ વિમાનમાં ઉત્પન્ન થયાં. મનુષ્યના સુખ કરતાં દેવલોકનું સુખ કિંમતિ લાગ્યું તો કેવું વીર્ય ફોરવી શક્યા? ઉપસર્ગને સહન કરવાની શક્તિ ક્યાંથી આવી ? મનુષ્ય જો નક્કર નિર્ણય ક૨ે તો બધું જ કરી શકે છે. તો મોક્ષ સુખ માટે તે શું ન કરી શકે. જે જીવ મળેલ શક્તિનો સદ્ ઉપયોગ કરતો નથી તેને કર્મ સત્તા ફરી શક્તિ આપતી નથી. આથી મોક્ષ સુખની પ્રાપ્તિ માટે જીવે સર્વ–જીવોની આશાતના ટાળવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. આથી આત્માએ શેયના જ્ઞાતા બની સર્વ જીવોનું જ્ઞાન કરી, સર્વ જીવોમાં સિદ્ધપણાના દર્શન કરવાનો પ્રયાસ કરવાનો છે.
જીવવિચાર || ૨૯૦