________________
વિચારવાનું કે જેમ મને પીડા ગમતી નથી તેમ કોઈને પણ પીડા ગમતી નથી. માટે બીજાને પીડા કેમ અપાય ? મૈત્રી–કારુણ્યભાવ વડે સામાયિક સ્વભાવને સિદ્ધ કરવાનો છે. દેવો તે કરી શકતા નથી મનુષ્યભવમાં જ તે શક્ય છે. આથી કાયાને દુશ્મન માની સાતાને છોડવાના નિર્ણય પૂર્વક સમતાને આત્મસાત્ કરવા માટે કોઈને પીડા ન આપવાનો નિર્ણય કરવો પડે, તે માટે સામાયિકનો સ્વીકાર કરવાનો છે.
જિન શાસન દ્રવ્ય, ગુણ અને પર્યાયની ત્રિપદી પર રચાયેલું છે. આથી સમગ્ર જીવ દ્રવ્યને પીડા ન આપવા રૂપ પ્રધાન જિનાજ્ઞા છે. લવ્યે નીવા ન હાવ્યા અર્થાત્ કોઈપણ જીવ હણવા યોગ્ય નથી, પીડા આપવા યોગ્ય નથી. અભયદાતા આત્મા પોતે જ છે. પ્રભુએ આચારાંગ સૂત્રનું પ્રથમ અધ્યયન ષટ્ જીવનિકાય રૂપે પ્રરૂપ્યું અને તેમાં ષટ્ જીવનિકાયના જીવોની રક્ષા માટે જ ઉપદેશ આપ્યો. દ્રવ્ય ર્ખાણ અને ભાવ પ્રાણોની હિંસા ન કરવા રૂપે મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી.
જીવોની દયા–રક્ષાની વાતનો જે જીવો સ્વીકાર કરતા નથી તે જીવો પ્રભુના આશાયોગમાં નથી. જે નિશ્ચયવાદમાં ષટ્જવનિકાય જીવોની જયણા–રક્ષા રૂપ સર્વ સામાયિકને સ્થાન આપ્યા વિના માત્મધ્યાન માટે એ.સી. પંખા વગેરેમાં ધ્યાન કરવાનું વિધાન બતાવાય છે તે આશા માર્ગ નથી. તેમાં શરીર સાતાની પુષ્ટિ અને જીવોની વિરાધના ચાલુ હોય છે તેથી ત્યાં સમતા ક્યાં ?
આથી પરમાત્મ સ્વરૂપ પ્રગટ કરવાનો માર્ગ સર્વ જીવોને પીડા આપવાનું બંધ કરવામાં છે. પીડામાં પોતે નિમિત્ત ન બને તે માટે પુરુષાર્થ કરવાનો છે. પરમાત્માએ શું કર્યું ? જગતના સર્વ જીવોને શાસન પમાડવાનો (મોહના શાસનથી મુક્ત થવાનો) ભાવ કર્યો પણ પ્રથમ પોતાના આત્માને જ દ્રવ્ય—ભાવ પાપથી સંપૂર્ણ મુક્ત કર્યો અને તે જ માર્ગ જગત માટે બતાવતા ગયા. વીર પ્રભુ મોક્ષમાં એકલા જ ગયાં. સતત એમની ઉપાસનામાં રત એવા
જીવવિચાર || ૨૮