________________
૭. વિવૃત્ત યોનિ જીવની ઉત્પત્તિના આધારભૂત તેમજ (જલાશયાદિની
પેઠે) સ્પષ્ટ રીતે દેખાતા એવા સ્થાન વિશેષને વિવૃત્ત યોનિ જાણવી. બેઈજિયથી ચઉરિદિય સુધીના પ્રાણીઓ તથા સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય તથાસંમૂચ્છિમ મનુષ્યની યોનિ વિવૃત્ત હોય છે. સંવૃત યોનિઃ જીવની ઉત્પત્તિના આધારભૂત એવા તેમજ અદશ્ય (સ્પષ્ટ રીતે જોઈન શકાય તેવા) સ્થાનને અર્થાતુ દિવ્ય શય્યા વગેરેની માફક વસ્ત્રાદિકથી ઢંકાયેલા ઉત્પત્તિ સ્થાનને સંવૃત્તયોનિ કહેવાય છે. ચારે પ્રકારના દેવતા, નારક અને એકેન્દ્રિયની યોનિ સંવૃત્ત છે. સવૃત્તવિવૃત્ત યોનિઃ (સ્ત્રીના ગર્ભાશયની પેઠે) જેનો બહારનો ભાગદેખાતો હોય પરંતુ અંદરનો ભાગ ગૂઢ હોય એવા જીવના ઉત્પત્તિ સ્થાનને સંવૃત્તવિવૃત્ત એટલે મિશ્ર યોનિ જાણવી. ગર્ભજ તિર્યંચ પચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યની યોનિ મિશ્ર છે.
મનુષ્યની સ્ત્રીની યોનિના આકારથી ત્રણ ભેદ છે. (૧) કુર્માનતઃ જે યોનિ કાચબાની પીઠની જેમ ઊંચી હોય. આવી
યોનિમાં ઉત્તમ નરો ઉત્પન્ન થાય છે. અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ તથા બળદેવ (૩ શલાકા પુરુષોમાં અતિવાસુદેવ સિવાયની) માતાઓની યોનિ કૂર્મોન્નત જાણવી. શંખાવર્ત શંખ જેવા આવર્ત (ચકરડા) હોય તેવી આવર્તવાળી યોનિ. આ યોનિ ગર્ભ વિનાશક છે. અત્યંત પ્રબળ કામાગ્નિના કારણે ગર્ભ
નાશ પામે છે માટે ગર્ભવર્જિત છે.ચક્રવર્તીનું સ્ત્રીરત્ન આવી યોનિવાળું છે. (૩) વશીપત્ર વાંસના સંયુકત બે પત્રો જેવા આકારવાળી યોનિ.બાકીની સર્વ સ્ત્રીઓની યોનિ આ પ્રકારની છે.
જીવવિચાર | ૨૮૦
6)
CS1