________________
હોવા છતાં કર્મની પરાધીનતાથી તેને હવે પોતાની શક્તિઓને અનુભવવા માટે દ્રવ્યપ્રાણોની સહાય લેવી પડે છે.
જેટલા દ્રવ્ય પ્રાણો જીવને વધારે, તેટલી તે આત્મ શક્તિઓને વિશેષ અનુભવે. જેટલા દ્રવ્ય પ્રાણો ઓછા, તેટલી આત્મ શક્તિઓને ઓછી અનુભવે અને તેટલી કર્મવેદના જીવ વધારે ભોગવે. આથી એકેન્દ્રિયોને ચાર પ્રાણ (આયુષ્ય, શરીર, શ્ર્વાસોચ્છ્વાસ અને સ્પર્શેન્દ્રિય) બેઇન્દ્રિયને છ પ્રાણ રસનેંદ્રિય તથા વચનબળ બે વધે, તેઇન્દ્રિયને સાત પ્રાણ ઘ્રાણેન્દ્રિય વધે, ચઉરિન્દ્રિયને આઠ પ્રાણ ચક્ષુરિન્દ્રિય વધે.
એકેન્દ્રિયને માત્ર એક ઇન્દ્રિય હોવાથી સૌથી અલ્પજ્ઞાન અને સૌથી વધારે અશાન. જેટલું અજ્ઞાન વધારે તેટલું દુઃખ વધારે તથા જેટલું જ્ઞાન વધારે, તેટલું સુખ વધારે. શરીરનું પણ સુખ ભોગવવા શાનની જરૂર, આત્માના સુખ ભોગવવા માટે સમ્યગ્દર્શન યુક્ત જ્ઞાન હોય તો જ આત્માનું સુખ ભોગવી
શકાય.
ગણા ૪૩
અનિ–સનિ—પચિદિએસ, નવ–દસ ક્રમેણ બોધવા, તેહિ સહ વિપ્પોગા, જીવાણ ભનએ મરણ ॥ ૪૩
અશિ પંચેન્દ્રિયને, મનબળ વિના નવ હોય છે. દશ પ્રાણ જાણો સંશિ, પંચેન્દ્રિયમાંહિ હોય છે. પ્રાણ સાથે જે વિયોગ જ, તે જીવોનું મરણ છે. ૪૩ અસંશી પંચેન્દ્રિયને નવ પ્રાણ હોય છે. (પાંચ ઇન્દ્રિય + શરીર બળ + વચન બળ + શ્વાસોચ્છ્વાસ + આયુષ્ય). અસંશી પંચેન્દ્રિયને મન પ્રાણ નથી. તેથી માનસિક સુખ ભોગવી શકતા નથી પણ પાંચ ઇન્દ્રિયો દ્વારા પાંચ ઇન્દ્રિયોના સુખને ભોગવે છે. કષ્ટો સહન કરી અકામ નિર્જરા વડે અસુરનિકાય દેવલોક સુધી જઈ શકે છે અને હિંસાદિ પાપ કરી પ્રથમ નરક સુધી પણ જઈ
જીવવિચાર || ૨૭૪