________________
. એકેન્દ્રિય જીવોની સ્વકાયરિતિઃ ગાથા: ૪૦
એગિદિયા ય સવે, અસબ ઉસ્સપિરી સકાયમિ ઉવવજતિ ચયંતિ ય, આત–કાયા આતા ! ૪૦
નિજકાર્યમાં ઉપજે મરે, જીવો નિરંતર જ્યાં સુધી, સ્વકાર્ય સ્થિતિ દ્વાર છે, કહીશું હવે સુણજો સુધી!
અનંતકાયોની અનતી, ને સકલ એકેન્દ્રિયની;
અસંખ્ય છે ઉત્સર્પિણી, અવસર્પિણીના માનની ૪૦ D કાયદિતિ :
સ્વકાયસ્થિતિ એટલે જુદી–જુદી કાયામાં ગયા વિના એકજ કાયામાં ફરી–ફરી ઉત્પન્ન થવું, જેમ કે પૃથ્વીકાયના જીવો પૃથ્વીકાય તરીકે કેટલો કાળ ફરી ઉત્પન્ન થઈ શકે? પૃથ્વીકાયના જીવોનું ઉત્કૃષ્ટ એક ભવનું આયુષ્ય બાવીસ હજાર વર્ષ. એવા એક પૃથ્વીકાયના કોઈ ચોક્કસ ભેદમાં (દા.ત. રત્ન તરીકે વધારેમાં વધારે આઠ ભવ કરી શકે અને જઘન્ય અંતર્મુહૂર્તના આયુષ્યવાળા.બધા ભવો વધારેમાં વધારે એક ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય તેટલા કરે) ઉત્કૃષ્ટ આઠ ભવ કરીને એક ભવ પૃથ્વીકાયના ભેદનો બદલાવે અર્થાત્ રત્નને બદલે પત્થર, માટી આદિ જુદા–જુદાં પર્યાયમાં જાય અને આવી રીતે પૃથ્વીકાયમાં સૂક્ષ્મ અને બાદર પર્યાયમાં અસંખ્ય ઉત્સર્પિણી / અવસર્પિણી કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે. જીવની કાયસ્થિતિના પરિભ્રમણ માટેનો કાળ સમજ્યા, હવે કાળના સ્વરૂપને સમજવું જરૂરી છે. તે કાયકાત :
' , ચૌદ રાજલોકના જીવોમાં માત્રસિદ્ધના જીવો કાયસ્થિતિવિનાના છે. તેઓએ પોતાની મૂળદ્રવ્યાતીત સર્વ પર દ્રવ્યોના સંગોથી સંપૂર્ણ રહિત શુદ્ધ નિરજનનિરાકાર અવસ્થા પ્રગટ કરી લીધી છે. તેથી તેઓ પરદ્રવ્યાતીત છે.
જીવવિચાર | ૨૭