________________
છે. અકર્મભૂમિ રૂપ યુગલિક ક્ષેત્રોમાં અગ્નિકાય નહોય. આથી માત્ર પાંચ મહાવિદેહમાં સદા હોય. અવસર્પિણીના ત્રીજા આરામાં તીર્થકર પરમાત્માના જન્મ પછી ઉત્પન્ન થાય અને પાંચમા આરાના અંત સુધી હોય પછી તે નાશ પામે છે. તે જ પ્રમાણે ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડિયા પછી પ્રથમ શ્રી પદ્મનાભ તીર્થકરનો જન્મ થશે તે પછી બાદર અગ્નિ ઉત્પન્ન થશે. ચોવીસમા તીર્થંકરના નિર્વાણ પછી સંઘના નાશ પછી બાદર અગ્નિ નાશ પામે. આમ બાદર અગ્નિનું ક્ષેત્ર અને કાળ અલ્પ છે અને એક ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થાવરકાય જીવોમાં અગ્નિકાયનું આયુષ્ય સૌથી અલ્પ માત્ર ૩ અહોરાત્રિ છે. છતાં બીજા બધા કરતાં અગ્નિકાય તિસ્તૃલોકમાં દીર્ઘ શસ્ત્ર રૂપે આચારાંગમાં કહ્યો છે. તેની હાજરીમાં શકાય જીવોની વિરાધના સૌથી વધારે થાય, શસ્ત્રના ઘા કરતાં શરીર બળવાની વેદના મહાભયંકર છે. સર્વ શસ્ત્રોમાં અગ્નિ એ પ્રબળ શસ્ત્ર છે. આખા જંગલનો નાશ કરવો હોય તો બીજા શસ્ત્રો વડે ઘણો સમય જાય
જ્યારે અગ્નિશસ્ત્ર વડે બળતા વાર લાગે નહીં. યુદ્ધમાં પણ સૌથી વધારે વિનાશકારી અણુબોબ, એટમ બોમ્બ દારૂગોળાનો જ ઉપયોગ કરવામાં આવે છે. અગ્નિકાયનું વારણ પણ અતિ દુષ્કર છે. સમગ્ર ઇલેકટ્રીસીટી વીજળી વડે ચાલતા તમામ યંત્રો વડે થતી અગ્નિકાય સહિત છ કાયની વિરાધનાનું મહાપાપ આજે પુષ્કળ પ્રમાણમાં અનુકૂળતા ભોગવવામાં થાય છે. એ.સી, પંખા, લિફટ, ટી.વી.વિગેરે શરીર સુખના મોટા ભાગના સાધનો ઇલેકટ્રીસીટીના આધારે જ ચાલે છે. તેનાથી કામ ઝડપી અને ઓછી મહેનતે થવાના કારણે તેનો બહોળો ઉપયોગ થાય છે પણ તેની પાછળની ઘોર હિંસા, જીવવિરાધના નજરમાં આવતી નથી અને તેમાં આનંદ, અનુમોદના ભળતા જીવ અગ્નિકાયમાં રહેવાનું કર્મ બાંધી લે છે. અગ્નિકાયમાંથી નીકળીને જીવ તરત જ દેવ, નારક કે મનુષ્યભવમાં આવી શકતો નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં જવા છતાં ત્યાં પણ સમક્તિ પ્રગટ કરી શકતો નથી. જેમ કષાયના ઉદયથી જીવને સંતાપનો તરત અનુભવ થાય તેમ અગ્નિનો
જીવવિચાર || ૨૫૮