________________
-ત્યાં સુધી રહેવાનું જ્યાં સુધી સર્વ જીવોને સિદ્ધ તરીકે ન જોવાય. (બાહુબલીની જેમ).તેવા પ્રકારનું સામર્થ્યનહોયતો છેવટે સંસાર પરિમિત કરવાનું લક્ષ રાખવું તે માટે સમ્યગ્દર્શન જરૂરી છે. તેનું પ્રથમ લિંગ આસ્તિક્ય છે. તો સ્વજીવ સાથે સર્વજીવોના અસ્તિત્વની શ્રદ્ધા થાય તો સમક્તિના પ્રથમ પગથિયે આવ્યા કહેવાય માટે સર્વજીવનાં અસ્તિત્વ માટે જીવવિચાર ભણવાનું ફરજિયાત છે. એટલે જપૂ.શાંતિસૂરિ મહારાજે સૌ પ્રથમ જીવવિચાર પ્રકરણની રચના કરી. 1. ચાર પ્રકરણમાં જીવવિચાર પ્રણામ શા માટે?
જ્ઞાની ભગવંતોએ ચાર પ્રકરણમાં જીવવિચારને પ્રથમ મૂક્યું કારણ કે આના વિના એક પણ પ્રકરણ ભણવાનો આત્મા અધિકારી બનતો નથી. કર્મગ્રંથ વગેરેમાં જીવ સંબંધી વિસ્તાર કરવામાં આવ્યો છે. કર્મ બાંધ્યા પછી તેનો વિપાક (ફળ) કઈ રીતે ભોગવે છે? તે સંબંધી બધી વિગતો છે.અર્થાત્ તમામ જીવોને જાણવા માટે જીવવિચારાદિ પ્રકરણ ગ્રંથો ભણવા પડે, વિવિધ પ્રકારના જીવોની વિવિધ અવસ્થાઓને જાણવી પડે અને એના દ્વારા પોતાના આત્માને જાગૃત કરવાનો છે. પીડામયજીવ જીવોને જાણીને પોતાના આત્માની પીડા બંધ કરી અને સર્વ જીવોની પીડામાં નિમિત્ત રૂપ ન બને ત્યારે જાણેલું શાન સાર્થકનીવડશે. પીડારૂપે થવું એ આત્માનો સ્વભાવ નથી. શાનસ્ય ફર્વ વિરતિ પીડાપામતા એવા આપણા આત્માને પીડાથી અટકાવવું એનું જ નામ વિરતિ અને આ કાર્ય થાય તો જ્ઞાનનું કાર્ય થયું, નહીં તો માત્ર જાણકારી અને અહંકાર વધે તો પીડામાં વધારો. - દીક્ષા લઈને સૌપ્રથમ ષડુ જીવનિકાય અધ્યયન ભણવાનું છે અને એ જ્યારે આત્મામાં પરિણમન પામતું દેખાય ત્યારે જ મહાવ્રત અપાય નહીં તો રવાના કરી દેવાય. માનું પરઠવવું છે તો ઉપરથી નીચે ફેંકાય નહીં, કારણ વાયુકાયના જીવોની વિરાધના થાય. વાયુકાયના જીવોની કાયા અતિ કોમળ છે ને શીતળ છે, માત્ર ગરમ છે એ બે ભેગા થતા વાયુકાય માટે શસ્ત્ર બને છે, ને નીચે ઊડી વગેરે ત્રસકાય જીવો છે તેની પણ વિરાધના થાય માટે આ ભણે ત્યારે જ એદયાનું પાલન કરી શકે.
જીવવિચાર | ૨૪