________________
પૂર્વભવનું સમકિત લઈને આવેલા હોય અથવા નવું સમ્યકત્વ પામે. પણ યુગલિકતિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રી ક્ષાયિક સમકિત લઈને ન આવે. નવું સમ્યકત્વ પણ ઉપશમ કે ક્ષાયિક ત્યાંન પામે. આ જીવો પોતાને જે ઇચ્છિત વસ્તુ જોઈએ તે કલ્પવૃક્ષો પાસેથી મેળવી લે છે. બધાને પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન હોય છે. મંદ કષાયવાળા હોય છે તેથી મરીને નિયમા દેવલોકમાં જાય. જાતિ વરવાળા સિંહાદિ પ્રાણીઓ પણ ત્યાં રોદ્ર સ્વભાવવાળા હોતા નથી અહિંસક હોય છે. ત્યાં ચતુષ્પદ ને ખેચર પક્ષીઓ ગર્ભજ હોય પણ સંમૂચ્છિમ હોતા નથી, તેઓ પણ અલ્પકષાયવાળા હોવાના કારણે મરીને વર્તમાન આયુષ્ય પ્રમાણ દેવમાં કે તેનાથી અલ્પ આયુષ્ય પ્રમાણ દેવમાં ઉત્પન્ન થાય. અલ્પ કષાયને કારણે વિષયની તીવ્ર આસક્તિ હોતી નથી. 0 હરિ વર્ષ અને રક્ષેત્રના યુગલિક મનુષ્યોના શરીરની
અવગાહનાઃ
બે ગાઉની અને તિર્યંચોની ચાર ગાઉની હોય છે. મનુષ્યો બે દિવસને આંતરે બોર જેટલો આહાર ગ્રહણ કરે છે અને તિર્યંચો ૧-૧ દિવસને આંતરે આહાર કરે છે. તેમને ૧૨૮ પાંસળીઓ હોય અને જદિવસ (પુત્ર-પુત્રી) જોડલાનું પાલન કરે.
હિમવત અને હિરણ્યવત ક્ષેત્રના યુગલિક મનુષ્યોના શરીરની અવગાહના :
એક ગાઉની અને તિર્યંચોની બે ગાઉની હોય છે. મનુષ્યો એકદિવસને આંતરે આમળા જેટલો આહાર ગ્રહણ કરે અને તિર્યંચો ચોવીસ કલાકે દરરોજ એક વખત આહાર ગ્રહણ કરે. તેમની પાંસળીઓ ૬૪ અને જોડલાનું પાલન ૭૯ દિવસ કરે. 3 અવસર્પિણીકાળના છ આરાનું સ્વરૂપ દેવકુ- ઉત્તરકુરુમાં સદા પહેલો સુષમ-સુષમા નામનો આરો.
જીવવિચાર / ૨૪૮