________________
કસિદ્ધના ૧૫ ભેદ*
ચાા ૨૫
સિલા પનસ-ભેયા, તિત્યા-કતિત્યા– સિહ–ભેગું એએ સાં , જીવ વિગપ્પા સમક્ખાયા. / રપ |
તીર્થસિદ્ધા અતીર્થસિદ્ધાદિક ભેદે જાણજો, મુકત જીવના ભેદ પંદર, હૃદય અંદર આણજો. ૨૫ - સિદ્ધોના આત્માઓ પીસ્તાલીસ લાખ યોજન પ્રમાણ લોકાંત પર સંખ્યામાં પાંચમે અનતે રહેલાં છે. સિદ્ધના સર્વ આત્માઓ સ્વરૂપથી અને સ્વભાવથી એકસરખા છે તેમાં કોઈપણ ભેદ રહેતો નથી. બધા જ આત્માઓ સર્વકર્મ-કાયા અને કષાયથી સંપૂર્ણ મુક્ત છે. તેમના અસંખ્યાત આત્મ પ્રદેશો સંપૂર્ણ શુદ્ધ અરૂપી–નિરાકાર છે અને સર્વ આત્મ પ્રદેશોમાં અનંત જ્ઞાનાદિ ગુણ પૂર્ણ પ્રગટેલા છે. તેઓ સર્વ સદાકાળ તેને ભોગવવામાં લીન છે. સર્વ પ્રકારના સંગથી રહિત, અસંગદશાવાળા, શાશ્વતકાળ સુધી અવ્યાબાધ સુખના ભોક્તા રૂપે રહેલા છે. છતાં સિદ્ધના પંદર ભેદ બતાવવાનું પ્રયોજન સિદ્ધના આત્માઓ જ્યારે સિદ્ધપણાને પામ્યા તે વખતે તેમની પૂર્વ અવસ્થા જે હતી તેનો ત્યાગ કર્યો તે અપેક્ષાએ તેમના ભેદો અહીં કહ્યાં છે.
સિહના પંદર ભેદોઃ ૧) જિનસિદ્ધ આત્માઓ તીર્થકર નામકર્મ બાંધીને તીર્થની સ્થાપના
કરવા વડે તીર્થકર થયા અને પછી જે સિદ્ધ થયા તેઓને જિનસિદ્ધ
કહ્યા. (મહાવીર પરમાત્મા) (૨) અજિન સિદ્ધઃ જે આત્માઓ તીર્થંકર થયા વિના કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય તે અતીર્થંકર સિદ્ધ કહેવાય. (ગૌતમસ્વામી વગેરે)
જીવવિચાર / રર૮