________________
તથા શિક્ષા કરનાર. ઈન્દ્રના વિમાનની ચારે દિશામાં તેના વિમાનો હોય. પૂર્વમાં સોમ, દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ અને ઉત્તરમાં કૂબેર. દરેક લોકપાલ પટ્ટરાણી અને એક હજાર પરિવારયુકત હોય.
(૭) અનિક ઃ (સૈન્યરૂપદેવો) હાથી, ઘોડા, રથ, મહિષ (પાડો), પાયદળ ગંધર્વ, નાટય એમ સાત પ્રકારે સૈનિક દેવ હોય.
(૮) પ્રકીર્ણક : સામાન્ય પ્રજા જેવા દેવો હોય.
(૯) આભિયોગિક : નોકર, ચાકર, દાસ તરીકે કાર્ય કરતા દેવો.
(૧૦) ફિલ્મિષિક : ચંડાળ, ભંગી જેવા કાર્ય કરનાર ઉપરના દેવો વડે તિરસ્કાર પામનાર, બીજા, ત્રીજા અને છટ્ઠા દેવલોક નીચે રહેનારા. તે અસ્પૃશ્ય હલકા દેવો ગણાય. પૂર્વ ભવમાં ધર્મની નિંદા, ઉત્સૂત્રની પ્રરૂપણા, આચાર્ય, ગુરુની હિલના કરનારાને આ ભવની પ્રાપ્તિ થાય. જમાલી અહીં ઉત્પન્ન થયો.
દેવલોકમાં શું હોય ?
આગમમાં વર્ણન આવે છે. સૂર્યાભદેવનું વિમાન સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાનોના વચ્ચે પાંચ અવતંસ તેમાં વચ્ચે સુધર્મા અવતંસ (રત્નમય) તેની પૂર્વ દિશામાં અસંખ્યલાખ યોજન સૂર્યભવિમાન અને તેની ફરતો ચારે બાજુ એક મોટો ગઢ ૩૦૦ યોજન ઉંચો,પાંચ રત્નમય રંગવાળા વિમાનની ચારે બાજુ ચાર હજાર બારણા, એક બારણું ૫૦૦ યોજન ઊંચું, પહોળું ૨૫૦ યોજન પ્રવેશમાં શિખરો સુવર્ણમય, થાંભલા રત્નમય, તળિયું પંચરત્નથી મઢેલું હોય. વિમાનમાં ૧૬૮ ગોખલા (બારીઓ) તેટલી જ બેઠકો પૂતળીઓ, ૧૬–૧૬ કમળો પર ચંદન કળશો. સુગંધી પાણીથી ભરેલા, એક બારી પર ૧૦૮ ધ્વજા અને વિમાનની ચારે બાજુ ચાર વનખંડો તેમાં નદી, તળાવ, કૂવા અને એક હજાર પાંખડીવાળા કમળો.
જીવવિચાર // ૨૨પ