________________
(૧૧) કુંભઃ પરમાધામી કડાઈમાં નારકને તેલમાં તળે. જે એકેન્દ્રિય જીવોને તળેતે વખતે તેનો આકાર, રૂપ, રસ, ગંધ વગેરે જો ગમી જાય, આનંદ આવે. આખા મરચા, કેળાવડા વગેરેના ભજીયાની અનુમોદના થાય? જીવને જો આનો ઉપયોગ નહોયતો જેનાપર રાગ છે તેના માટે વસ્તુઓ બનાવતા હોઈએ, તેને ખુશ કરવા માટે બનાવીએ અને એ ખુશ થાય તો આપણે પણ ખુશ. એ જીવો તો તળાઈ ગયા ને આપણે તેમાં તણાઈ ગયાં. આર્ત-રૌદ્ર ધ્યાનમાં આવી જાય. રાગ તીવ્ર હોય તો તે અનંતાનુબંધીમાં જાય તો આવું કર્મ બંધાઈ જાય. જેમ શ્રેણિકે નિર્દોષ ગર્ભિણી(હરણી)ની હત્યા કરી ત્યારે તેને રૌદ્રધ્યાન હતું અને તેમાં આનંદ આવ્યો ને તે વખતે આત્મા પોતાની જ ભયંકર હિંસા કરી રહ્યો છે, સ્વભાવ વિરુદ્ધનું કાર્ય કરી રહ્યો છે, મહામિથ્યાત્વ અને કષાયોના ઉદયમાં વર્તી રહ્યો છે માટે ભયંકર કર્મોને બાંધ્યો. સમ્યગ્દષ્ટિ સાવધાન હોય સંસારમાં તેને વ્યવહાર કરવો પડે છે માટે તે ઉપયોગમાં આવી જાય. જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે કાર્મણ શરીર આખું ઔદારિક શરીરનું સ્વરૂપ ધારણ કરી લે છે, નામકર્મના ઉદયથી તે અશુચિમય પદાર્થોને કાર્મણ વર્ગણા દ્વારા ગ્રહણ કરે છે અને શરીર બનાવે છે. આ વિચારણા કરતાં કરતાં એના કર્મો નિર્જરી જાય તો તળાવોની માથાકૂટ એની કાયમ માટે મટી જાય. (૧૨) વાલુકા તડતડ અવાજની જેમ કદમ નામની વાલુકામાં ચણાની જેમ નારકોને શેકે. કદમના વૃક્ષના જેવા આકારવાળા હોય છે. ત્યારેતી અનંતગણી તપેલી હોય છે. નરકમાં આવી વસ્તુઓ નથી પણ પરમાધામીદેવો આ બધું જ વિદુર્વેછે. અહીં પુણ્યોદયને છોડો, નહીં તો ત્યાં તમારો પાપોદય એવો જાગશે કે પરમાધામીદેવો બોલાવી બોલાવીને પીડા આપશે. (૧૩) વૈતરણી વૈતરણી નામના પરમાધામી છે, તેમ વૈતરણી નામનું નરક પણ છે અને ઈતરલોકપણતેને માને છે. કારણ કે મોટા ભાગના બધા અહીંથી જ ત્યાં ગયા છે. વૈતરણીમાં કોણ ઉત્પન થાય? પતિવ્રતા પત્ની સતી હોય, કુલીન હોય છતાં તેનો દ્વેષ બુદ્ધિથી ત્યાગ કરે તો અવશ્ય વૈતરણીમાં જાય. લોકમાં જે સજજનતરીકે પ્રખ્યાત હોય તેના પરદોષનું આરોપણ કરે, શીલવાન
જીવવિચાર // ૧૭૩