________________
-ત્રીજી નરકમાં ચંદ્ર જેવો પ્રકાશ. –ચોથી નરકમાં વાદળાથી આચ્છાદિત ચંદ્રના પ્રકાશ જેવો. – પાંચમી નરકમાં ગ્રહના પ્રકાશ જેવો. - છઠ્ઠી નરકમાં નક્ષત્રના પ્રકાશ જેવો. - સાતમી નરકમાં તારાના પ્રકાશ જેવો. આ બધી જ પૃથ્વીઓ ગાઢ અંધકારવાળી હોય છે.
તીર્થકર નામકર્મની મોટામાં મોટી વિશેષતા એ છે કે બંધાયા પછી એ અંતર્મુહૂર્તમાં પ્રદેશોદયમાં આવે છે એટલે નરકમાં પણ એ આત્મા શુભ પુગલોને વેદ. અશુભ પુગલોનો સંયોગ એ જ અશાતાની વેદના. તીર્થકરના પુણ્ય પ્રભાવે અશુભ શુભમાં પરિવર્તન પામે છે. સમકિતની હાજરીમાં જીવ જે ભાવ કરે છે તેના કારણે શુભ અનુબંધ પડે, નિકાચિત થાય અને મિથ્યાત્વની હાજરીમાં અશુભ કર્મોનિકાચિત થાય.ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાંમિથ્યાત્વની હાજરી છે અને સાથે પહેલું સંઘયણબળ છે. સંઘયણબળ જેટલું મજબૂત તેટલું કર્મ વધારે નિકાચિત થાય છે અને એને ભોગવવા માટે પણ સામે એટલું જ સામર્થ્ય જોઈએ તો જ ભોગવી શકે. પ્રદેશોદયના કારણે તીર્થકરના આત્માઓની બીજા જીવો કરતાં વિશેષતા રહેવાની છે. સમકિતની હાજરી નવા કર્મોનું સર્જન બંધ કરાવે છે. નરકમાં પણ તેઓ સમાધિથી કર્મોની વેદનાને સહન કરે છે પણ નવા કર્મોને બાંધતા નથી. 3 નીચેની નારકોમાં શીત વેદના કેવા પ્રકારની હોય છે?
લોખંડનો મેરુ પણ ત્યાં પહોંચતા પહોંચતા બરફ થઈ જાય.આખા મેરુપર્વતને લોખંડનો બનાવી અગ્નિથી તપાવો,તે લાલચોળ બની જાય પછી તેને છઠ્ઠી - સાતમી નારકમાં લાવવામાં આવે તો તે ત્યાં પહોંચતા પહેલાં જ બરફ બની જાય. કેટલી શીતળતા ત્યાં હશે? મુનિ મહાત્માઓને આ નિર્ણય થાય છે કે આ જીવ આવી વેદના ભોગવીને મનુષ્યભવમાં આવ્યો છે તો શક્તિ તો છે જ તો ક્રમિક અભ્યાસ દ્વારા મુનિભયંકર ઠંડીમાં પણ કાઉસ્સગ્ગ ધ્યાનમાં
જીવવિચાર || ૧૬s