________________
Fપણ જે જ્ઞાનાદિ ગુણોથી બરાબર પરિપક્વ બની ગયો છે તેને અસર નહીં Eાય. સંગમના વીસ ઉપસર્ગો વખતે પરમાત્માએ એ અસરને ગ્રહણ ન કરી.
જીવની અંદર શક્તિ તો રહેલી જ છે પણ એનો ઉપયોગ ક્યાં કરવો તે જાણવું જરૂરી છે. ગુણોનું બહુમાન જાગી જાય તો પછી એની માટે બધું જ સહન કરવા તૈિયાર થઈ જશે. સાધક આત્મા માટે ઉપસર્ગો એ વ્યવહાર માત્ર છે. આપણો
આ નિશ્ચય નથી માટે આ બધું ઉપસર્ગને પરિષહ રૂપ લાગે છે માટે એનો પ્રતિકાર કરીએ છીએ. સંસારના સ્વાર્થ માટે બધું જ કરવા તૈયાર પણ આત્મા માટે કાંઈ નહી કરે. માટે જ્ઞાની ભગવંતો એ એક જ વાત મૂકી કે તું તારો નિશ્ચય કર. જ્યારે આત્મામાં સમર્થતાહતી ત્યારે પુગલમાં સુખ ભોગવવાની બુદ્ધિથી સ્વ-પરને ભયંકર પીડાઓ આપી એને નરકમાં વેદના ભોગવવાનો વારો આવ્યો. 1 પ્રથમ ક્ષેત્ર વેદના નરકમાં શા માટે?
નરકની વાતો સાંભળીને આપણે વિચારવાનું છે કે આપણે આ બધું અનંતીવાર ભોગવીને આવ્યા છીએ અને ત્યાં પાછા જવા માટે અહિ બધી સામગ્રી મળી છે. મનાદિનો ઉપયોગ જો હિંસાદિ પાપો કરવામાં અને વિષયોને રાચીમાચીને કરવામાં આવે તો નરકપ્રાય યોગ્ય કર્મબંધવડે ત્યાં જઈશકાય. ક્ષેત્રકૃતવેદના પ્રથમ શા માટે મૂકી? ક્ષેત્રનાં દુઃખનો-સુખનો અનુભવ આપણને તરત થાય છે, વાતાવરણ આપણને તરત સ્પર્શી જાય છે. વિવિધ ક્ષેત્રોમાં જવાનું મનદુઃખ છોડવાને સુખ ભોગવવા માટે જ થાય છે. જે ક્ષેત્રમાં પરિવર્તન દ્વારા સુખ પામ્યા ત્યાં કર્મ બાંધ્યું. 1 નરકમાં શરીરની દસ પ્રકારની વેદના : શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, ખંજવાળ, જવર, દાહ, ભય, શોક અને પરાધીનતા.
) શીત વેદનાઃ ઉણ કરતા શીત વેદના વધારે ખરાબ છે. આપણને શીતળતા વધારે ગમે છે. પ્રથમ ત્રણ નરકમાં ઉષ્ણવેદના છે, ચોથીમાંઅડધીમાં ઉsણને નીચેની અડધીમાં શીત વેદના છે પ/૬/૭માં ફક્ત શીત વેદના જ છે.
જીવવિચાર // ૧%