________________
'
પરિણામો પારકો માલ છે. મનુષ્ય તિર્યંચભવમાં જે ભોગવે તેને તે અહિ મળે. પણ કર્મકૃત અવસ્થાને મારે હવે નથી ભોગવવી, હવે મારા પોતાની પાસે રહેલા જે ત્રણ અરૂપી જ્ઞાન, દર્શન, ચારિત્રના ખજાના છે તેને જ ભોગવવા છે તો કર્મસત્તા બધો હિસાબ ચૂકતે કરી દેશે અને લેવડ-દેવડ બંધ થઈ જશે. જે આ રીતે જીવે તેનો જ જન્મ સફળ, બાકીનાનો જન્મ નિષ્ફળ સમજવો. પારકું જોઈતું નથી ને મારે મારું જ મેળવવું છે. દસ પ્રકારના પુદ્ગલ પરિણામ બધો જ પારકો માલ છે, એની જ વેદના છે તે મનુષ્યને તિર્યંચના ભવનું રજીસ્ટ્રેશન કરાવે છે અને તેને ત્યાં તે જ મળે છે. અહીં પુદ્ગલની ગતિ મર્યાદાની બહાર કરી માટે નરકગતિ મળે. જ્યાં નાચવાનું ન હતું, જ્યાં કુદવાનું ન હતું,જ્યાં ચાલવાનું ન હતું, ત્યાં નાચ્યા, કુધા, ચાલ્યા માટે તિર્યંચગતિને પણ વટાવીને નરક ગતિમાં ગયા. તપ્ત લોખંડના ગોળા પર પગ મૂકીને જે પીડા થાય તેવી પીડા ત્યાં ચાલતા જીવોને થાય છે. આત્મા સમાધિમાં રહી ન શકવાથી પુદ્ગલોની સહાય લીધી ત્યાં પશ્ચાતાપના ભાવપૂર્વક આરાધના ન કરી એના કારણે એને ભોગવવાનો વારો આવ્યો ત્યારે વિચારવું જોઈએ કે મારામાં એવી સહનશક્તિ નપ્રગટી માટે આ મારા એક જીવ માટે અનેક જીવોની હિંસા કરવા વડે બંધાયેલા કર્મોને ભોગવવાનો વારો આવ્યો. જીવ શાતા માટે બધું કરે. એ.સી., ફ્રીઝ, ટી.વી વગેરે આનંદ અનુમોદન પૂર્વક ભોગવ્યાં તો કર્મસત્તા બધો જ હિસાબ લે ક્યાંય બાંધછોડ નહીં કરે.
પુદ્ગલના પરિણામથી દસ પ્રકારે વેદના થાય. પુદ્ગલ દ્રવ્યના સંયોગથી જ જીવને સાતા ને અસાતાની વેદના થાય છે પુદ્ગલના પરિણામને છોડવાનો અવકાશ પણ અહીં મનુષ્ય ભવમાં જ છે, નહીં તો ચાર ગતિનો પરિણામ તો ઊભો જ છે. માટે જ જીવે પુદ્ગલનો ગતિ પરિણામ સમજીને જ છોડવાનો છે. પૂર્ણ ભાવ પણ અહીં મનુષ્ય ભવમાં જ પ્રગટ કરી શકે અને પૂર્ણ છોડી પણ અહીં જ શકે.
જે ઝવેરી બનીને શાસનને પામે તેને જ આ શાસનની કિંમત સમજાશે. જીવવિચાર || ૧૪૭