________________
( વતીય પ્રસ્તાવના
આ પુસ્તકનું પ્રથમ અને દ્વિતીય વિમોચન સિદ્ધગિરીરાજમાં પૂ.ગચ્છસ્થવિર આચાર્ય ભગવંત શ્રી લલિતશેખરસુરીશ્વરજી મહારાજાના સાનિધ્યમાં વિશાળ સાધુ-સાધ્વી તથા સંઘની હાજરીમાં અત્યંત ઉલ્લાસમય વાતાવરણમાં થયેલ. અંતરિક્ષમાંથી પ્રાપ્ત થતા પૂ. ગુરુદેવ આચાર્ય રાજશેખરસૂરિશ્વરજી મહારાજાના દિવ્ય આશિર્વાદથી આ પુસ્તકચર્તુવિધ સંઘમાં ખૂબ જ આદરણીય બન્યું. બહુ જ ટુંકાગાળામાં આ પુસ્તકોની નકલો પૂર્ણ થઈ જતા તેની ત્રીજી આવૃતિ વિશેષતાથી સુધારા-વધારા ચિત્રો સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ તેનો અમને સવિશેષ આનંદ છે.
આ તૃતીય આવૃતિમાં ખાસ વિશેષતા, પૂ. આચાર્ય ભગવંત રવિશેખરસૂરિશ્વરજી મહારાજાના વાચના દરમ્યાન પ્રગટેલ આત્મ સંવેદના છે. જેનો અમોએ અલગથી સંકલન કરીને પુસ્તકના અંતિમ સ્થાનમાં ગોઠવેલ છે જે આખા જીવવિચારનો સાર કહી શકાય તેવી આત્મસંવેદનાથી ભરેલ છે. - આ ત્રીજી આવૃતિમાં અમોએ મુમુક્ષુઓને જીવોની વિશેષથી સમજણ પ્રાપ્ત થાય તે માટે શક્ય તેટલા ચિત્રો રજૂ કરેલ છે. કેવી-કેવી જાતની જીવસૃષ્ટિ છે તેનું ચિત્રીકરણ કરવાના પ્રયત્નો કરેલ છે. અનુમોદનીય વાત જણાવતા, આ ચિત્રનું કામ કરનાર અજૈન આર્ટિસ્ટ હોય પુસ્તક અને ચિત્રો વિશેનું લખાણ વાંચતા અપૂકાય જીવોની વિરાધનાના પાપો તથા મૂળો ખાવો તે માંસ બરાબર છે, ખાય તે નરકે જાય તે વાંચતા પાણીનો નિયંત્રિત ઉપયોગ શરૂ કર્યો તથા મૂળાનો આજીવન ત્યાગ કર્યો. એક આર્ટિસ્ટમાં ફક્ત ચિત્રો દોરવાથી આટલું પરિવર્તન શક્ય બનતું હોય તો આ પુસ્તકની માહિતી માત્ર જાણકારી નથી પરંતુ સાક્ષાત સર્વશની વાણીનો મહિમા છે તો જ આ શક્ય બને.
આપને આ સંવેદના તથા ચિત્રકરણવાળું પુસ્તક જરૂરથી પસંદ આવશે અને આપના જ્ઞાનને વધુ નિર્મળ બનાવશે તો અમારા પ્રયત્નો સફળ થયા ગણાશે. માગસર–વદ, ૨૦૭૪
– પ્રકાશક ભિવડી, મુંબઈ
જીવવિચાર | ૧૩