________________
ટ્રેકોમળી શકે છે. પરંતુ જીવો સચિત્તની પસંદગી વધારે કરે કારણ કે સચિત્તમાં જે રસાસ્વાદ પ્રાપ્ત થાય તેવો અચિત્તમાં ન થાય. સચિત્તમાં આસક્તિ વધે, સત્ત્વ ઘટે, સત્ત્વ ઘટવું એટલે સ્વભાવમાંથી સહનશીલતા પણ જાય, સ્વભાવ ચીડિયો, ક્રોધી, દ્વેષી વગેરે થાય. આથી આત્મા પર કરુણા લાવી વનસ્પતિકાય જીવોની પણ દયા ચિંતવવી જોઈએ.
રૂપાદિ પાંચે ઇન્દ્રિયોનું મૂળ વનસ્પતિ કઈ રીતે ?
★ ગંધ વિષયક કપૂર, કેતકી, સરસ, ચંદન, અગરુ, ઇલાયચી, જાયફળ, તજ, કેશર, કંકોલક વનસ્પતિની છાલ, જૂઈ, ચંપો, મોગરો, ગુલાબ વિગેરે પુષ્પોની ગંધ આકર્ષણનું કારણ બને છે. ભમરાઓ કમળની સુગંધથી આકર્ષાઈને તેની ઉપર બેસે પછી બિડાઈને મરે.
રૂપ વિષયક : લાકડાની બનેલી પૂતળી, પ્રતિમા, તોરણ, વેદિકા, કળામય કોતરણી આદિ આંખોને મનોહર લાગે, ખીલેલી વનરાજીની શોભા આંખોનું વિશેષ આકર્ષણ બને, અને કપડાદિ પણ વનસ્પતિમાંથી બને.
★ રસ વિષયક : મૃણાલ, મૂલ, કંદ, પુષ્પ, કોમળ પાંદડા, ફણગા, છાલ, અંકુર, કિસલય, મકાઈ આદિના પોંક, શેરડી, આમ્રફળો આદિના રસો રસનેન્દ્રિયને અપૂર્વ આનંદ આપે છે.
સ્પર્શ વિષયક : કમળની પાંદડી, મૃણાલ, વલ્કલ, ઓશિકા, શય્યા, ગાદલા, કપડાદિમાં કોમળ સ્પર્શ તથા શરીર આદિની ચામડીનો સ્પર્શજીવોને મોહ મુગ્ધ કરે છે.
★
શબ્દ વિષયક : વેણુ, વીણા, પટ્ટક, મુકુંદ, વાંજિત્રોની બનાવટ વનસ્પતિથી થાય, તેનાથી મનોહર શબ્દો અને સંગીત ઉત્પન્ન થાય. વાયોલિનના મધુર ઝીણા સ્વરથી સિકંદરનો ગુરુ એરિસ્ટોટલ પરમાત્માનું ધ્યાન છોડી શાહજાદીને વશ થયો.
જીવવિચાર // ૧૨૨