________________
પામે અને પોતાની આત્મરમણતાજ માણી શકે. આ વાતની શ્રદ્ધા થાય તો આત્મા સબળો થઈ જાય અને પોતે નબળો છે તે ભ્રમ દૂર થાય. જો છ મહિના સુધીનું સામર્થ્યન પહોંચે તો ધીમે ધીમે ઊતરતાં પશ્ચાતાપ પૂર્વક કરે તો તેને નિર્જરા ચાલુ અને જેટલું શરીર સામર્થ્ય ઉલ્લાસ જાગે તેટલું પણ છેલ્લે જિન આજ્ઞા તો એક ભક્ત ભોયણ એક જ વખત ભોજનની છે. એ ભોજન પણ શરીરને ટકાવવા માટે છે. પછી કેટલું આપવું? કેવું આપવું? જો આત્મા કરુણા રસથી ભરપૂર થઈ જાય તો જિનની આજ્ઞાને સાથે રાખી સત્વફોરવી સચિત્ત આહાર વર્જવા, એટલે સચિત્તનો સર્વથા ત્યાગ કરી શકે. આત્મા સચિત્ત છે અને શરીર અચિત્ત છે તો શરીરને અચિત્ત આપવાથી ટેકો મળી શકે છે તો પછી સચિત્ત શા માટે આપવું? સચિત્ત આપવું એટલે એકેન્દ્રિય જીવોની હિંસા કરવા રૂપે જિનાજ્ઞા ભંગ કરવાનું પાપ તો કઈ રીતે થાય? એકેન્દ્રિયજીવોમાં જીવતરીકેનું જ્ઞાન પ્રાપ્ત કરવા જ જીવ વિચાર ભણવું જરૂરી. ગાથા: ૧૩
એગ સરીરે એગો, જીવો જેસિં, તે ય પતેયા ફલ ફૂલ છલ્લિ કટ્ટા, મૂલગ પતાસિ બીયાલિ૧૩
પ્રત્યેક છે જીવ એકતનમાં, એક જેને હોય તે, જાણ–ફલ, ફુલ, છાલને મૂલ, કાષ્ઠ, પત્રને બીજ તે;
આ સાતમાં જુદા જુદા પ્રત્યેકના જીવ હોય છે આખા તરુમાં તોય પણ જીવ, એક જુદો હોય છે. ૧૩
પ્રત્યેક વનસ્પતિએટલે સાધારણ વનસ્પતિથી ઉલ્ટાલક્ષણવાળી છે. એક શરીરમાં સામાન્યથી એક જીવ રહેલો હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય. (એક કે એકથી વધારે સંખ્યાત કે અસંખ્યાત પણ હોય તો પણ તે પ્રત્યેક વનસ્પતિકાય જ કહેવાય. જ્યારે અનંતની સંખ્યાને પામે ત્યારે જ તે વનસ્પતિ અનંતકાય, સાધારણ કેનિગોદ કહેવાય.)
જીવવિચાર || ૧૧૩