________________
કોઈ દોષો કહેતું હોય તો સાંભળવું પણ નહિ. સાંભળવું જ પડે તેમ હોય તો તે સ્થાન છોડીને રવાના થઈ જવું. | દોષો દુર્ગતિમાં લઈ જાય. દુર્ગતિમાં જવાની તૈયારી છે ? ચંડકૌશિકને દુર્ગતિમાં પણ મહાવીર પ્રભુ મળી ગયા, આપણને કોઈ મહાવીર દેવ મળશે, એવી ખાતરી છે ? કેટલી ઉત્કૃષ્ટ આરાધનાનું પુણ્ય હશે કે સાક્ષાત તીર્થકરનો ભેટો થયો ? કદી વિચાર્યું ?
એકજ જીવનો ઉદ્ધાર કરવા ભગવાને કેટલું મોટું જોખમ ઉઠાવ્યું ?
ઘણીવાર શબ્દો પણ છેતરામણા હોય છે. ઉદ્યોગ જેવા શબ્દોનું અપમાન “મસ્યોદ્યોગ' વગેરેમાં જોવા મળે છે. દવા” જેવા શબ્દોનું અપમાન “તૂટે મારેને વા'માં જોવા મળે છે. દવા જીવાડે કે મારે ? મારે તેને પણ દવા કહેવાય તો ઝેર કોને કહીશું ?
( )પૂજ્ય અપરિડ: |
ગુણ ગરિમાથી મંડિત પૂજય પુરુષોનું આદર બહુમાન કરવું.
ગુણથી જ મહાન થઈ શકાય છે, પદથી કે શિષ્યપરિવાર કે ભક્તવર્ગથી નહિ.
પૂજયની પૂજા કરવાથી પૂજકમાં પૂજયતા આવે છે. ગુણનો નિયમ છે : બહુમાન કર્યા વિના કદી ન આવે.
ભવસ્થિતિના પરિપાક માટે ત્રણ ઉપાયોમાં “શરણાગતિ' સૌ પ્રથમ ઉપાય છે. ચારનું શરણ શા માટે ? તેઓ ગુણોથી મંડિત છે. એમનું શરણું લેવાથી એમના ગુણો આપણામાં આવે છે. | ગુણો આપણામાં પડેલા જ છે. મેં એને ઢાંકેલા છે. કર્મનું કામ ગુણને ઢાંકવાનું છે. ગુણ-બહુમાનનું કામ ગુણોને પ્રગટ કરવાનું છે. જે જે ગુણોનું બહુમાન થતું જાય, તે તે ગુણ અવશ્ય આપણામાં આવે. કયો ગુણ તમને જોઈએ છે ? જીવનમાં શું ખૂટે છે ? તે જુઓ. જે ગુણ ખૂટે છે તેની હૃદયપૂર્વક અનુમોદના કરો, તમારામાં એ ગુણ અવશ્ય આવશે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * *
* * * * * * * * ૩૫