________________
आशीर्वाद ग्रहण करते है, सुन्दनगर, दि.२
અષાઢ સુદ ૩ ૧૫-૦૭-૧૯૯૯, ગુરુવાર
ગ્રંથો દિશા – દર્શક છે. માર્ગદર્શક પાટીયાની આમ કોઈ કિંમત ન લાગે. આપણે ક્યાંય જવું ન હોય, કોઈ માર્ગની તપાસ ન કરવી હોય તો પાટીયું આપણને સાવ જ નકામું લાગે. પણ જ્યારે અમુક સ્થળે આપણે જવા માંગતા હોઈએ. ક્યાંય રસ્તો દેખાતો ન હોય. અરે, કોઈ માણસ પણ ન દેખાતું હોય ત્યારે માર્ગદર્શક પાટીયું અચાનક નજરે ચડે તો એની કિંમત સમજાય. અહીં બેઠા-બેઠા એ પાટીયાની કોઈ કિંમત નહિ સમજાય. એ તો જેઓ રસ્તો ભૂલેલા હોય, અનુભવ થયેલો હોય તેને જ પાટીયાની કિંમત સમજાય.
શાસ્ત્ર પણ આવું પાટીયું છે. માર્ગના શોધકને જ એની કિંમત સમજાય. આપણે સૌએ મોક્ષનગરમાં જવાનું છે. સાધકે રોજ નિરીક્ષણ કરવાનું છે : હું કેટલો આગળ વધ્યો ? માર્ગાનુસારીની ભૂમિકામાં આવીએ ત્યારે પ્રયાણ શરૂ થાય. અયોગી ગુણઠાણે પ્રયાણ પૂરું થાય. વચ્ચેના ગુણઠાણે રહેલા બધા રસ્તામાં છે.
કહે
*
*
*
*
*
*
*
*
* *
૩૩