________________
રહ્યા છે. કોઈ માણસ, ઘરના ભૂખ્યા મરે ને બીજા માટે કમાણી કરે તો તેને કેવો કહીશું ? આપણો ચેતન આવું જ કરે છે. આપણી જ શક્તિઓ દ્વારા આપણે કર્મનું કામ કરી આપીએ છીએ.
ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.”
- અત્યારે આપણે કષાય-નોકષાય આદિની આજ્ઞાથી જીવી રહ્યા છીએ, એ રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. છતાં માનીએ છીએ એમ કે અમે સ્વતંત્ર છીએ, અમે ધારીએ તે કરીએ છીએ. આપણી સ્વતંત્રતા પર મોહરાજા ખડખડાટ હસે છે. કઠપૂતળી કહે : હું સ્વતંત્રપણે નાચું છું – એના જેવું આપણું અભિમાન છે.
માટીમાંથી ઘડો બને એ સાચું. જાવ, સીધા જ જમીનમાંથી ખોદીને ઘડા લઈ આવો. મળશે ? નહિ, એ માટે કુંભારની મદદ જોઈશે. આપણે પણ નિગોદમાં માટી જેવા હતા. ત્યાંથી આપણને કાઢનાર ભગવાન છે. એમના દ્વારા જ આપણે ભગવત્ સ્વરૂપ પ્રાપ્ત કરીશું.
ષકારક : (૧) કરનાર કારક – કર્તા. (૨) કરવાનું કાર્ય તે કર્મ - ઘડો. કરવાનું કાર્ય. (૩) કાર્યનું સાધન. ઉપાદાન અને નિમિત્ત કારણ. ઉપાદાન : દા.ત. માટી. નિમિત્ત : દંડ, ચક્ર આદિ. (૪) સંપ્રદાન : નવા નવા પર્યાયની પ્રાપ્તિ. માટી - પિંડો - સ્થાસક આદિ માટીની અવસ્થાઓ.
(૫) અપાદાન : પૂર્વ પયયનો નાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ.
(૬) અધિકરણ : સર્વ પર્યાયનો આધાર. દા.ત. ઘડા માટે જમીન.
રોટલીમાં પણ આ કારક ઘટાવી શકાય. આ જ કારકચક્ર આપણે આત્મામાં ઘટાવવાનું છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
*
*
*
*
*
*
*
*
*
*
* * *
૫૦૦