________________
આત્મા અંગે કાંઈ જાણવાની ઈચ્છા નથી. શી રીતે મળશે આત્મા કે પરમાત્મા ? આખી દુનિયાને તમે જાણવા ઈચ્છો છો એક માત્ર તમારી જાતને - આત્માને છોડીને.
- જૈન દર્શન સાત નયથી શુદ્ધ આત્માને ઓળખાવે
સંગ્રહ : એક જ આત્મા છે. સર્વત્ર બ્રહ્મ છે - એવો અદ્વૈતવાદ અહીંથી નીકળ્યો છે.
નૈગમ : તમારામાં શુદ્ધતાનો એક અંશ છે. તો પણ હું 'તમને શુદ્ધ આત્મા માનીશ. ચિંતા નહિ કરતા.
વ્યવહાર : નહિ, આત્મા કર્મસહિત અને કર્મરહિત એમ અનેક ભેદવાળો છે. હું ભેદમાં માનું છું.
ઋજુસૂત્ર : તમારો ઉપયોગ સિદ્ધમાં હોય તો જ સિદ્ધસ્વરૂપી માનું.
શબ્દ : આત્મસંપત્તિ પ્રગટાવવાની ભાવના હોય ત્યારે જ
માનું.
સમભિરૂઢ : કેવળજ્ઞાન થયું હોય તો જ માનું. એવંભૂત : આઠેય કર્મોથી મુક્ત થાવ ત્યારે જ હું માનું.
બધા નયો પોતાની દૃષ્ટિએ સાચા છે, સંપૂર્ણ સાચા નથી. હાથીને જોતા ૭ આંધળા જેવા છે. સાતેય ભેગા મળે ત્યારે પ્રમાણ બને.
નય સાત છે, પણ આમ તેના ૭૦૦ નો થાય.
એવંભૂત નય જ્યાં સુધી આપણને શુદ્ધ આત્મા ન કહે ત્યાં સુધી આપણે સાધનાથી અટકવાનું નથી.
એમ નય ભંગ અંગે સતૂરો, સાધના સિદ્ધતારૂપ પૂરો;
સાધકભાવ ત્યાં લગે અધૂરો, સાધ્ય સિદ્ધ નહિ હેતુ શૂરો. ( ૧૧ ''
તમે સાધના કરો ત્યારે જ પૂરા બની શકો.
સંગ્રહ કે નૈગમ નય ૩૩% માં પાસ કરી દે. પણ એવંભૂત નય તો ૯૯%માં પણ પાસ ન કરે. ૧૦૦% જ જોઈએ. જરાય ઓછું નહિ. - સાધ્ય સંગ્રહ નક્કી કરી આપ્યું. તારી સત્તામાં પરમતત્ત્વ
૫૦૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧