________________
PIC
-
આસો વદ ૧૦ ૦૨-૧૦-૧૯૯૯, મંગળવાર
સ્વાધ્યાયનું ૭મું ફળ પરોપદેશ – શક્તિ છે. આપણે જાતે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો હોય, જ્ઞાનના ફળ ઉપશમથી સ્વ-આત્માને ભાવિત બનાવેલો હોય તો જ પર-ઉપદેશ માટેની ક્ષમતા કેળવી શકીએ. તો જ આપણો ઉપદેશ અસરકારક બની શકે.
આવો સાધક લાકડાના જહાજની જેમ સ્વયં તરે અને અન્યોને પણ તારે. તીર્થકરો આનું ઉત્તમ ઉદાહરણ છે.
મા-બાપની સેવા કરનારને તેમની સંપત્તિ મળે, તો ભગવાનની ભક્તિ કરનારને ભગવાનની સંપત્તિ ન મળે ? મા-બાપની સંપત્તિ કદાચ ન પણ મળે, પરંતુ ભગવાનની સંપત્તિ તો મળે જ મળે.
કોઈ પણ જ્ઞાન પાસે રાખવા માટે નથી હોતું. બીજાને આપવા માટે જ હોય છે. બીજાને નહિ આપીએ તે જ્ઞાન કટાઈ જશે.
ગ
મ
ઝ
=
*
*
*
*
*
*
*
*
૪
૧