________________
पट्टधर के साथ, बेंगलोर, वि.सं.२०५१
આસો વદ ૮ ૩૧-૧૦-૧૯૯૯, રવિવાર
ધર્મકાર્યમાં ઉત્સાહ આપનાર વધે તેમ તે વધુ ફળદાયક બને. મજુર લોકો મોટો પત્થર અને શિલા અવાજ કરીને ચડાવે, લડાઈમાં સૈનિકો પણ રણશીંગા સાંભળીને તાનમાં આવી જાય, તેમ ભાવિક ભગવાનના વચનો સાંભળી ઉત્સાહમાં આવે.
નિષ્ણાત વૈદ્ય શરીરની શુદ્ધિ-પુષ્ટિ કરે, તેમ છ આવશ્યક પણ આત્માની શુદ્ધિ-પુષ્ટિ કરે છે.
સાધુનું ધન જ્ઞાન છે. ગૃહસ્થ ધન માટે કેટલી મહેનત કરે ? તેથી પણ વધુ જ્ઞાન માટે સાધુ કરે. જ્ઞાન-શ્રદ્ધા આદિ જ સાધુની મૂડી છે. વિદ્યાના લોભી થવું ખોટું નથી.
. ધન સાથે ન આવે, જ્ઞાન ભવાંતરમાં પણ સાથે આવશે. બાકી, દાંતમાંથી સોનું પણ લોકો કાઢી લેશે.
ચંચળ લક્ષ્મી માટે આટલો સમય (સમય એ જ જીવન છે) વેડફવા કરતાં અમર લક્ષ્મી માટે પ્રયત્ન કરવો જ શ્રેયસ્કર
છે.
કહે
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
#
#
#
#
#
#
#
#
#
#
#
# #
૪૮૧