________________
જો આપણે આ મન-વચન-કાયાના યોગોનો દુરુપયોગ કરીશું તો એવી ગતિમાં જવું પડશે જયાં મન અને વચન નહિ હોય. શરીર મળશે ખરું પણ અનંત જીવો માટે એક જ !
એક શ્વાસમાં ૧૭ વખત મૃત્યુ, ૧૮ વખત જન્મ થાય, પૂરા મુહૂર્તમાં ૬પપ૩૬ વખત જન્મ-મરણ થાય, તેવા નિગોદમાં જવું પડશે.
એકવાર ત્યાં ગયા પછી નીકળવું કેટલું મુશ્કેલ છે ?
અત્યારે આપણે ટેકરીની એવી કેડી પરથી ચાલી રહ્યા છીએ કે એક તરફ ખાઈ ને બીજી તરફ શિખર છે. સ્ટેજ ચૂક્યા તો ખાઈ તૈયાર છે - નિગોદની ખાઈ !
શિખર – ઉર્ધ્વગતિ માટે પ્રયત્ન જોઈશે, ભયંકર પુરુષાર્થ જોઈશે. પ્રભુ-કૃપાથી જ આ શક્ય બને. પ્રભુની અનન્યભાવે શરણાગતિ સ્વીકારો.
કરુણાદષ્ટિ કીધી રે, સેવક ઉપરે; ભવભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો...'
પ્રભુ કૃપાથી મોહનવિજયજી જેવી સ્થિતિ આપણી પણ કેમ ન બને ?
इच्छन्न परमान् भावान्, विवेकानेः पतत्यधः ।
परमं भावमन्विच्छन्नाऽविवेके निमज्जति ॥
પરમ ભાવોને ઈચ્છતો અવિવેકમાં સરી પડતો નથી. પરમ ભાવોને નહિ ઈચ્છતો વિવેક-પર્વત પરથી નીચે પડે છે.
અશુભ યોગોથી જે પાપો બંધાય, તેનો નાશ શુભ ભાવોથી જ થાય, અશુભ ભાવોથી તો ઉલ્ટા પાપો વધે.
જે અપથ્ય આહારથી રોગ થયો હોય તે અપથ્ય આહારના ત્યાગથી જ રોગનો નાશ થઈ શકે.
આપણા દોષો આપણે જ પકડી શકીએ. બીજું કોણ પકડે ? ૨૪ કલાક કાંઈ ગુરુ સાથે ન હોય. કદાચ જાણે તો પણ ગુરુ વારંવાર ટક-ટક ન કરી શકે. સ્વમાન ઘવાય તો શિષ્યને ગુરુ પર પણ ગુસ્સો આવી જાય.
એ તો જાતે જ કરવાનું છે. આ કામ આપણે નહિ
૩૦૬
*
*
* *
* *
* *
* * *
* કહે