________________
આ પ્રતિમંત્ર જપો. મોહરાજા કાંઈ નહીં કરી શકે. હું એટલે શરીર નહિ, પણ આત્મા.
હું એટલે અરિહંતનો સેવક. અરિહંતનો પરિવાર (ગુણસમૃદ્ધિ) તે મારા.
• પૂ.પં. ભદ્રકવિ. મ. જ્ઞાનસા૨ની પહેલા યોગશાસ્ત્રના ૪ પ્રકાશ કરાવતા. સાધના હમેશાં ક્રમશઃ જ થઈ શકે. યોગશાસ્ત્ર ૪ પ્રકાશ વ્યવહાર પ્રધાન છે. જ્ઞાનસાર નિશ્ચય પ્રધાન છે. વ્યવહાર પ્રધાન બન્યા પછી જ નિશ્ચયપ્રધાન બની શકાય. તળાવમાં કર્યા પછી જ દરિયામાં તરવા કુદી શકાય. તળાવ વ્યવહા૨ છે. સમુદ્ર નિશ્ચય છે.
૦ તમે તમારા સંતાનોનું શિક્ષણ-ધંધા આદિ માટે તો ધ્યાન રાખો છો, પણ તે દુર્ગતિમાં ન જાય, તેની કદી કાળજી કરી ? મને મારા મામા બાજુમાં બેસાડીને સામાયિક કરાવતા, ભક્તામર પાકું કરાવતા. તમે તમારા સંતાનો માટે કેટલો સમય આપો છો?
મહેન્દ્રભાઈને આવું અનુષ્ઠાન કરાવવાનું કેમ મન થયું ? ઊંડેઊંડે એ પણ વિચાર ખરોને કે મારા પરિવાર-સ્વજનો વગેરે ધર્મ-માર્ગે વળે.
ચાર માતામાં સૌ પ્રથમ જ્ઞાનમાતા - વર્ણમાળા(તા) સૌથી છેલ્લી ધ્યાનમાતા – ત્રિપદી. પાયામાં વર્ણમાતા જોઈએ.
શિખરમાં ધ્યાનમાતા છે. જ્ઞાનથી શરૂ થયેલી સાધના ધ્યાનમાં પૂર્ણતા પ્રાપ્ત કરે.
૦ ૪૦૦ આરાધકોમાં પહેલો નંબર હું હિંમતભાઈને આપું, કોઈ નારાજ નહિ થતા. પૂ. પં. ભદ્રંકરવિજયજી પછી પણ એમણે અમારો સાથ નથી છોડ્યો. દર ચોમાસામાં આવવા તૈયાર. અમારી પાસે બેસે એટલું જ નહિ, બીજા સાધુઓ પાસે પણ બેસે. અમારી પાસે આવે છે, એટલે નહિ, પણ એમનામાં યોગ્યતા વિકસેલી છે માટે આમ કહું છું.
- જ્ઞાન કદાચ પ્રયત્ન-સાધ્ય છે, પણ ધ્યાન અને સમાધિ કૃપા-સાધ્ય છે. પ્રથમ આપણી ભૂમિકા તૈયાર થાય પછી જ કૃપાના અવતરણ માટે યોગ્યતા તૈયાર થાય.
#
#
#
#
#
#
# #
# # ૩૩૯