________________
પલવી-પૂર્ણ, પાતીતાણા, વિ.સં. ૨૦૧૭, મા. સુ.
ભાદરવા વદ ૯ ૦૩-૧૦-૧૯૯૯ : બપોર
ત્રીજી ધર્મમાતાના ખોળામાં તમે બેસી ગયા છો. દેશવિરતિ તો ખરીને ? એટલા અંશે તમે બેસી ગયા, ધર્મમાતા પાસેથી જ ચોથી ધ્યાનમાતા પાસે જવાય.
આજે જ ભગવતીમાં વાંચ્યું, અવિરતિ એટલે શું ? ઈચ્છાનો નિરોધ ન કરવો તે અવિરતિ.
• જીવોની ઉપેક્ષા કરી તે નિર્દયતા કહેવાય. જીવોની અપેક્ષા કરી તે કોમળતા કહેવાય. જીવોની અપેક્ષા તે જ વિરતિ છે.
કોઈ આપણા પ્રાણ લેવા આવે. પિસ્તોલ બતાવે ત્યારે આપણા ભાવ કેવો હોય ? કેટલો ભય વ્યાપી જાય ? આખું અંગ કંપી ઉઠે !
આવા વખતે કોઈ અભયદાન આપે તો કેવું લાગે ? આપણાથી ભયભીત જીવોને અભયદાન આપીએ છીએ ત્યારે તેઓને આટલો આનંદ થાય છે.
અવિરત સમ્યગ્ર દૃષ્ટિ જીવ પાપમાં કદાચ પ્રવૃત્તિ કરે તો
૩૩૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧