________________
दीक्षार्थीओं के मुहूर्त के अवसर विचार-विमर्श, वि.सं. २०५६, दशहरा, पालीताणा, सात चोवीशी धर्मशाला
ભાદરવા વદ ૩ ૦૧-૧૦-૧૯૯૯ : બપોર
નવકાર શું આપે ? નવકારના પાંચ પદો આપણી રાહ જોઈ રહ્યા છે.
પાંચમાંથી જે પદ જોઈતું હોય તે બોલો. સભા : અરિહંત, આચાર્ય
જોયું ? જીવનો અહંકાર કેવો પ્રબળ છે ? એ સીધો જ અરિહંત કે આચાર્ય બનવા માગે છે. પણ સાધુ બન્યા વિના ન આચાર્ય બનાય, ન ઉપાધ્યાય, ન અરિહંત. સૈનિક બન્યા વિના સેનાપતિ શી રીતે બનાય ? વહુ બન્યા વિના સાસુ શી રીતે બનાય ? શ્રોતા બન્યા વિના વક્તા શી રીતે બનાય ? ભક્ત બન્યા વિના ભગવાન શી રીતે બનાય ?
જગત અપૂર્ણ દેખાય છે, જીવો અપૂર્ણ દેખાય છે તે આપણે હજુ અપૂર્ણ છીએ, એ સૂચવે છે. જે ક્ષણે આપણને સ્વમાં પૂર્ણતા દેખાશે તે જ ક્ષણે જગતના સર્વ જીવોમાં પણ પૂર્ણતા દેખાશે. પૂર્ણને બધુ પૂર્ણ દેખાય. અપૂર્ણને અપૂર્ણ દેખાય.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
૩૧૦