________________
• પ્રભુનું નામ સુખ આપે. શી રીતે ? પ્રભુના નામમાં પ્રભુના ગુણો અને પ્રભુની શક્તિ છૂપાયેલા છે, જ્યારે આપણે તે નામ દ્વારા પ્રભુ સાથે એકાકાર બની જઈએ છીએ ત્યારે પ્રભુના ગુણો અને શક્તિઓનું આપણામાં અવતરણ થાય છે.
ફૂલની સુગંધ તેલમાં આવે તેમ પ્રભુ ગુણોની સુગંધ આપણામાં આવવા લાગે છે.
અત્તરની સુગંધ રૂમાં ભરીને ફરનારા તમે પ્રભુ-નામ દ્વારા પ્રભુ-ગુણો સંક્રાન્ત કરી શકાય, એટલી વાત નહિ સમજો ?
નાનપણથી જ મને પ્રભુ-ભક્તિ ખૂબ જ ગમે, કેટલીકવાર તો પ્રભુભક્તિમાં ૪-૫ કલાકો વીતી જાય, જમવા માટે બોલાવવા આવવું પડે એવું પણ બનતું.
એકવાર તમે ભક્તિનો આનંદ માણશો તો વારંવાર એ મેળવવા લલચાશો.
- બુદ્ધિમાં અહંકાર જ્ઞાનનું અજીર્ણ છે. અહંકાર દ્વારા જ્ઞાનના અજીર્ણને જાણી શકાય. નમ્રતા દ્વારા જ્ઞાનામૃત પચ્યું છે, એમ જાણી શકાય
પ્રભુ મહાદાનવીર છે. માંગીએ તે આપવા તૈયાર છે પણ આપણે જ માગી શકતા નથી. એવા કંગાળ છીએ કે ક્ષુદ્ર અને તુચ્છ સિવાય બીજું કશું માંગતા શીખ્યા જ નથી.
જેમને પ્રભુ પાસેથી મળ્યું છે તેમણે ગાયું છે : “ગઈ દીનતા અબ સબહી હમારી પ્રભુ તુજ સમકિત - દાન મેં આતમ અનુભવ - રસ કે આગે આવત નહીં કોઉ માન મેં.”
પ્રભુ એવું આપે છે કે જેથી દીનતા - તુચ્છતા વગેરે ઉભી પૂંછડીએ ભાગી છૂટે છે.
» ‘પૂનોટિ-સ૬ સ્તોત્રમ્' એનો અર્થ એ નથી કે સ્તોત્ર બોલી દઈએ તો પૂજા આવી ગઈ. કારણ પૂજાથી સ્તોત્ર ચડિયાતું છે. એનું રહસ્ય એ છે કે ક્રોડોવાર પૂજા કરશો ત્યારે સાચું સ્તોત્ર બોલી શકશો. ક્રોડોવાર સ્તોત્રો બોલતા રહેશો ત્યારે જાપ માટેની યોગ્યતા મેળવી શકશો. ક્રોડોવાર જાપ
કહે !
*
*
*
*
*
*
*
* * ૩૧૫