________________
• ગાડીમાં બેઠા પછી તમે શું પુરુષાર્થ કર્યો? છતાં તમે મુંબઈથી અહીં આવી ગયા ને ?
ભગવાનના શ્રત-ચારિત્રધર્મની ગાડીમાં બેસી જાવ. સ્વયમેવ મુક્તિનગરે પહોંચી જશો. આપણે માત્ર તેમાં બેસવાનો પ્રયત્ન કરવાનો છે, માત્ર સમર્પિત થવાનું છે. બાકી બધું ભગવાન સંભાળી લેશે.
સાગરમાં તોફાન આવે ત્યારે ખલાસી - નાવિકનું માનવું પડે, કહે તેમ કરવું પડે, તેમ મોહના તોફાનમાં દેવ-ગુરુની વાત માનવી પડે.
મેઘકુમારને દીક્ષાની પ્રથમ રાત્રે જ વિદન આવેલું ત્યારે ભગવાન મહાવીરનું માન્યા. આથી તેમનો જીવનરથ ઉન્માર્ગે જતાં બચી ગયો. ભગવાનને જે જીવન સારથિ બનાવે તેને ક્યાંય આડા-અવળા રખડવું પડે નહિ.
સંયમથી હિંમત હારી ગયેલા નિરાશ મેઘમુનિમાં મહાવીરદેવે આશાનો સંચાર કર્યો, હિંમત ભરી દીધી. અનુકૂળતાની અભિલાષાના સ્થાને પ્રતિકૂળતા પર પ્રેમ જગાડ્યો.
સુખશીલતાએ સંસારમાં ડૂબાડ્યા છે, સહનશીલતાએ સંસારથી તાર્યા છે.
પૂર્વજન્મમાં શું સહન કરેલું તે મેઘકુમારને ભગવાને યાદ કરાવ્યું. એક યોજનાનું માંડલું બનાવેલું તેમાં બીજા જીવોનો વિચાર કરેલો. બીજાના વિચારમાંથી જ ધર્મ શરૂ થાય છે.
હાથીનો એક ગુણ ધ્યાનમાં રાખવા જેવો છે : નીચી નજર કર્યા વિના પગ ન મૂકે.
મેઘકુમારના જીવે સસલાને બચાવેલો. સેચનકે હલ્લ - વિહલને બચાવેલા.
હાથીને આટલો વિવેક આવવાનું કારણ કર્મવિવર, તથા ભવ્યત્વનો પરિપાક. જીવો ભગવાનને પ્રિય છે. જીવોને પ્રિય બનાવીએ ત્યારે આપણે ભગવાનને પ્રિય બની જ જઈએ. એને બહુ મોટું ઈનામ મળે.
સમજ વિના કરાવેલો ધર્મ પણ મેઘકુમાર બનાવી શકે તો સમજથી કરાયેલો ધર્મ શું ન કરી શકે ?
૨૫૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧