________________
લોકોત્તમ મંગળ ચાર છે : અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. સાકરનું નિર્માણ અન્ય દૂધ આદિને પણ મધુર બનાવવા માટે થયેલું છે, તેમ અરિહંત પણ અન્યને મંગલભૂત બનાવનાર છે. અરિહંત જ લોકોત્તમ છે, અપ્રતિમ છે, શાશ્વત મંગળ છે, શરણ્ય છે. એક અરિહંતમાં બીજા ત્રણેય મંગળ આવી જાય છે. (સિદ્ધ + ઋષિ + ધર્મ = સિદ્ધર્ષિસદ્ધર્મમય:)
૦ મારો મોક્ષ નિશ્ચિત થવાનો જ છે. હું હવે અરિહંતને છોડવાનો નથી જ. મારો આ દઢ નિર્ણય છે. આવી દઢતાથી અરિહંતને પકડી લો. વિસ્તાર થશે જ.
પુલ પર ચાલનારને ભયંકર નદીનો પણ ભય નથી. અરિહંતને પકડીને ચાલનારને, (જીવનારને) ભયંકર સંસારનો પણ ભય નથી. પુલ હજુ તુટી શકે, નદીમાં ડૂબાડી શકે. અરિહંતનું શરણું સંસારમાં ડૂબાડી શકે, એવું કદી બન્યું નથી, બનશે નહિ. કેવા છે અરિહંત ? ગુણ સઘળા અંગીકાર્યા, દૂર કર્યા સવિદોષ...
- ઉપા. યશોવિ. આપણે ઉલ્લું કર્યું છે. બધા દોષ ભરીને બેઠા છીએ.
ગુણોના આદરના કારણે રીસાયેલા દોષો જતાં જતાં પ્રભુને કહી ગયા ? અમને રાખનારા ઘણાય છે. અમને તમારી જરાય પડી નથી. જેમ ઉત્કંઠ શિષ્ય જતાં જતાં ગુરુને કહી જાય ? અમને રાખનારા ઘણાય છે, તમારી જરાય જરૂર નથી.
ત્યાંથી રવાના થયેલા દોષો આપણામાં ભરાઈ બેઠા. સાક્ષાત ભાવ - અરિહંત ન મળ્યા તો પણ ચિંતા નહિ કરતા. નામ-સ્થાપના-દ્રવ્યરૂપે અરિહંત પણ પુલ બનીને આપણી સમક્ષ આવી ઉભા છે.
આ પુલ પર શ્રદ્ધા છે ? જગતમાં બીજે બધે શ્રદ્ધા છે. માત્ર અહીં જ નથી ? પુલ પર શ્રદ્ધા છે, એટલી પણ શ્રદ્ધા અરિહંત પર નથી ?
દીક્ષા લેતાં પહેલા મને ઘણા કહેતા : ગુજરાતમાં સાધુઓ દાંડે-દાંડે લડે છે. શું કરશો ત્યાં જઈને ?
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * *
* * *
* * * * * ૨૪૦