________________
પૂજ્યશ્રીનું મહાસમાધિપૂર્ણ મૃત્યુ :
G
પૂજ્યશ્રીને મૃત્યુના ૭-૮ દિવસ પહેલાં શર્દી-તાવ થઈ ગયા હતા, કે જે સામાન્યથી તેઓને થયા કરતું હતું. તે વખતે ભયંકર ઠંડી હતી. એક વાર તો ઠંડી શૂન્ય ડીગ્રી સુધી પણ પહોંચી ગઈ હતી. ત્યારે કોઈને આવી કલ્પના પણ ન આવી કે આ ઠંડી તાવ પૂજ્યશ્રી માટે જીવલેણ બનશે. સામાન્ય આર્યુવેદિક ઉપચાર કર્યા. મહા. સુ. ૧ના દિવસે પૂજ્યશ્રીએ રાજસ્થાનના કેશવણા ગામમાં (જાલોરથી ૧૦ કિ.મી. દૂર) પ્રવેશ કર્યો. માંગલિક વ્યાખ્યાન પણ આપ્યું. આ પૂજ્યશ્રીનું અંતિમ વ્યાખ્યાન હતું.
પૂજ્યશ્રીની અંતિમ વાચના રમણીયા ગામમાં પોષ વ. ૬ (મહા વ. ૬) થઈ હતી. રમણીયા ગામના લાલચંદજી મુણોતે (હાલ મદ્રાસ) ત્યારે આખા ગામમાં કહેવડાવ્યું હતું કે : આજે પ્રભુની દેશના છે માટે બધા જરૂર જરૂર પધારજો... પધારો... તે દિવસે પૂજ્યશ્રીએ વાચનામાં કહ્યું હતું કે લલિત વિસ્તરા ગ્રન્થનું અધ્યયન મનન જરૂર કરવા જેવું છે. જો સંસ્કૃતમાં તમે ન સમજી શકો તો મારા ગુજરાતી પુસ્તક (કહે કલાપૂર્ણસૂરિ)ને તો જરૂર જરૂર વાંચજો.
તેના પછી ફરીથી એક કલાક સુધી મંદિરમાં પ્રભુ-ભક્તિ કરી ને પછી ઉપાશ્રયમાં ઉપર જ રહ્યા. us #leros
હું પૂજ્યશ્રીને શ્વાસની તકલીફ વધતી જતી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ તો શ્વાસની એટલી તકલીફ થઈ ગઈ કે ઊંઘ પણ ન્હોતી આવતી. હંમેશા બાજુમાં જ સંથારો કરનાર પૂ.પં. કલ્પતરૂવિજયજી પૂજ્યશ્રીના સ્વાસ્થ્યની ચિંતાના કારણે ઊંઘી શકતા ન હતા. પણ ડૉકટરોને આમાં કોઈ ગંભીર બિમારીના ચિહ્ન દેખાયા નહીં. જાલોરના પ્રસિદ્ધ ડૉકટર અનિલ વ્યાસ તથા અજમે૨ના પૂજ્યશ્રીના અંગત ડૉકટર જયચંદજી વૈદ આદિ બધાએ આ જ કહ્યું : કોઈ ગંભીર વાત નથી. ડૉકટરોએ કાર્ડિયોગ્રામ કાઢ્યો હતો. બી.પી. આદિ પણ ચેક કર્યું હતું. બધું જ બરાબર હતું... પછી તો બિચારા ડૉકટરો પણ પૂજ્યશ્રીના મૃત્યુની વોર્નિંગ કેવી રીતે આપી શકે ? અને
22