________________
બની શકે. ઉપાદાન કારણ તો આપણે જ છીએ. પુરુષાર્થ તો આપણે જ કરવો પડશે.
પુરુષાર્થમાં રુકાવટ કરનાર પ્રમાદ છે.
તમને કોના પર વિશ્વાસ ? પ્રમાદ પર કે પુરુષાર્થ પર ? શત્રુ હોવા છતાં પ્રમાદને ખૂબ પંપાળ્યો. મિત્ર હોવા છતાં ધર્મ-પુરુષાર્થની કાયમ ઉપેક્ષા જ કરી છે. ૨૪ કલાકમાં પ્રમાદ કેટલો ? પુરુષાર્થ કેટલો ? પુરુષાર્થ હોય તો પણ એ કઈ બાબત અંગે હોય ? અવળી દિશાનો પુરુષાર્થ તો ઘણો કર્યો. ક્ષણે-ક્ષણે ૭ કર્મો તો આપણે બાંધીએ જ છીએ. તે શુભ બાંધવા છે કે અશુભ ?
હમણા જ ભગવતીસૂત્રમાં આવ્યું : પ્રમાદ ક્યાંથી આવ્યો ? યોગ (મન-વચન-કાયા)થી.
યોગ ક્યાંથી? શરીરથી, શરીર ક્યાંથી? જીવથી આવ્યું.” આ જીવ જ સર્વનો મૂળાધાર છે. એની શક્તિને જગવો. એ સૂતેલો સિંહ છે. જાણ્યા પછી કોઈ એની સામે ટકી ના શકે.
૧૫૮ પ્રકૃતિઓ ભલે ગમે તેટલી બળવાન લાગતી હોય, પણ એ ત્યાં સુધી જ બળવાન છે, જ્યાં સુધી આત્મસિંહ સૂતેલો છે. સિંહ ગર્જના કરે અને છલાંગ ભરે પછી બકરીઓ ક્યાં સુધી ટકે ?
છે નેપોલીયને એક વખતે લશ્કરને ઓર્ડર કર્યો : શત્રુનો ભય છે. લશ્કરી છાવણીમાં કોઈએ લાઈટ કરવી નહિ.” પછી સ્વયં જોવા નીકળ્યો. મોટો વડો જ લાઈટ સળગાવી પ્રિયાને પત્ર લખી રહ્યો હતો. | નેપોલીયને કહ્યું : તમને ખબર નથી આજે શાનો ઓર્ડર છે ? હુકમનો અનાદર કર્યો ? પ્રિયાને પત્ર લખ્યો ને ? હવે એમાં નીચે લખો : “મેં મારા માલિકની આજ્ઞાનું ખંડન કર્યું. તેથી માલિક મને હમણા જ ગોલીથી ઉડાવી દેશે. આ છેલ્લી પંક્તિ છે.”
અને... સાચે જ નેપોલીયને પેલા લશ્કરી વડાને ગોળીથી વીંધી નાંખ્યો.
એક સામાન્ય સમ્રાટ્રની આજ્ઞાનો અનાદર આવું ફળ
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* * ૧૮૩
*