________________
૪. નિક્ષેપામાં ભવ્ય જીવોને ખૂબ જ ઉપકારક બે છેઃ નામ અને સ્થાપના ! ભાવ જિનની નહિ, તમે નામ અને સ્થાપનાની જ ઉપાસના કરી શકો છો. એક યુગમાં ૨૪ જ ભાવ ભગવાન છે. બાકીના કાળમાં નામ અને સ્થાપના જ ઉપકાર કરે છે.
જેઓ ભાવને જ આગળ કરીને નામ-સ્થાપનાને ગૌણ રાખે છે, તેઓ હજુ વસ્તુ તત્ત્વ સમજ્યા જ નથી.
ભાવ ભગવાન સામે હોવા છતાં જમાલિ, ગોશાળા, વગેરે તર્યા નથી. કારણ હૃદયમાં ભાવ પેદા કર્યો નથી. ભાવ વંદકે પેદા કરવાનો છે. એ વિના સાક્ષાતુ ભગવાન પણ તારી શકે નહિ. ભાવ પ્રગટે તો નામ કે સ્થાપના પણ તારી શકે.
પ્રભુ સાથે એકતા કર્યા વિના સમકિત પણ ન મળે તો ચારિત્ર તો મળે જ ક્યાંથી ?
પંચવસ્તક : પ્રતિવાદીને જવાબ આપતાં હરિભદ્રસૂરિજી કહે છે : સાધુને ઘરબારની જરૂર નથી. નિશ્ચયથી એનો વસવાટ આત્મામાં છે. આથી એવી સમતા પેદા થયેલી હોય છે કે કોઈ પણ આવાસ દ્વારા ચલાવી શકે. કેટલીકવાર અમે બસ સ્ટેશન પર પણ રહેલા છીએ.
'का कलापूर्णसूरिए' पुस्तक मळी गयेल छे. जोयुं. खूब ज चिंतनीय - मननीय सुवाक्योनो खजानो भरेल छे.
संकलनकर्ता आपने पण खूब खूब धन्यवाद... व्याख्यानमां ओछा लोको आवे, पण पुस्तक रुपे बहार पडेला विचारो हजारो लोको वांचे एटले हजारो लोको सुधी पूज्यश्रीनी प्रसादी पहोंचाडवान भगीरथ कार्य कर्या बदल खूब खूब अनुमोदना सह धन्यवाद...
- હેમન્તલના
૧૬૬
*
*
*
*
*
*
* * * * * * કહે
* * કહે કલાપૂર્ણસૂરિ-૧