________________
I
મામા માણેકલાલનો મારા ઉપર બહુ પ્રેમ. હું જયારે E આઠ વર્ષનો હતો ત્યારે મને હૈદ્રાબાદ લઈ ગયેલા. ૧૨
માસ પછી ત્યાં પ્લેગનો રોગ થતાં માણસો ટપોટપ મરવા લાગ્યા. એટલે મને ફલોદી બોલાવી લીધેલો.
લોદીમાં કુંદનમલ માસ્તર પાસેથી અંક જ્ઞાન મળ્યું. હિસાબ - કિતાબ - લેખા વિ. પારસમલજીએ શીખવ્યું. તે વખતે બીજા ધોરણથી ઈંગ્લીશ ચાલતું. પાંચ ચોપડી સુધી ભણ્યો છું. દરેક વખતે ભણવામાં પ્રથમ હરોળમાં નંબર રહેતો.
મારો અભ્યાસ જોઈને માસ્તર ખુશ થતા. ત્રીજી ચોપડીમાંથી - સીધા પાંચમા ધોરણમાં ચડાવેલો. ચોથા ધોરણના અભ્યાસની જરૂર પડી નથી. | મારા જન્મ પહેલા ચાર ભાઈઓ તથા બે બેનો ગુજરી ગયેલા. સૌથી નાનો હું હોવાથી મામાને હું વધારે લાડકો હતો. ચંપાબેન અને છોટીબેન બંને મારાથી મોટાં છે. હાલ ચંપાબેન જીવતા છે. (વિ.સં. ૨૦૪૧).
નેમિચંદ બછાવતની બા મોડીબાઈ રાસ-ચરિત્રાદિ વાંચતા - બધાને ભેગા કરી સંભળાવતા. હું પણ ગલીના નાકે જતો, સાંભળતો અને વૈરાગ્ય જેવું કાંઈક થતું. | મને પણ મહાપુરુષ જેવા થવાનું મન થતું. અઈમુત્તા, શાલિભદ્ર જેવું પવિત્ર જીવન જીવવાનું મન થતું.
ઝગડો કરવાનું કદી શીખ્યો નથી. માસ્તરે મને કદી માર્યો હોય એવું યાદ આવતું નથી. નાનો હતો ત્યારથી જ જરૂરીયાત પૂરતું બોલતો.
| મામાને મારા ઉપર પૂરો હેત. એમને એવી લગન કે મારે આ અક્ષયરાજને સારો તૈયાર કરવો છે. ૧૩ વર્ષની ઉંમરે ફરી મને હૈદ્રાબાદ લઈ ગયેલા. અઢી વર્ષ ત્યાં રહ્યો. | મામા ખરતરગચ્છના હતા, છતાં ઉદાર હતા. ઉદારવૃત્તિના કારણે પ્રતિક્રમણમાં સકલતીર્થ મારી પાસેથી સાંભળતા - બોલાવતા.
નાના બાગમલજીનો મારા ઉપર બહુ પ્રેમ. તેમને હું