________________
કહ્યું કલાપૂર્ણસૂરિએ
(પૂજ્યશ્રીનું સાંસારિક જીવન : પૂજ્યશ્રીના જ મુખ)
- અવતરણ : ૫. મુક્તિન્દ્રવિજય
| ગણિ મુનિરન્દ્રવિજય વિ. સં. ૨૦૪૧ નાગોર (રાજસ્થાન)માં વૈ. સુ. ૨ના દિવસે અમે બધાએ સાથે મળીને પૂજ્યશ્રીને કહ્યું : હિતશિક્ષા અમે ઘણીવાર સાંભળી. આજે આપના ૬૨ માં જન્મ-દિવસે અમારે આપના અજ્ઞાત ગૃહસ્થ-જીવન અંગે જાણવું છે. આપ કૃપા કરો. | પહેલી વખત તો પૂજ્યશ્રીએ ચોખ્ખી ના પાડી દીધી : પોતાના વિષે કાંઈ પણ કહેવું સારું નહિ.
પરંતુ અમારા બધાના બહુ જ આગ્રહથી દાક્ષિણ્યગુણના સ્વામી પૂજ્યશ્રીએ પોતાના સાંસારિક જીવન અંગે કહ્યું અને અમે તેનું એક નોટમાં અવતરણ પણ કર્યું.
| એ નોટના આધારે વિ. સં. ૨૦૪૪માં સમાજ-ધ્વનિ વિશેષાંકમાં અમે પૂજ્યશ્રીનું જીવન-દર્શન પણ લખ્યું, જે કહે કલાપૂર્ણસૂરિ-૪ પુસ્તકના અંત ભાગમાં પ્રકાશિત પણ થઈ ચૂક્યું છે.
- આ વર્ષે (વિ. સં. ૨૦૫૮) પૂજ્યશ્રીના સ્વર્ગગમન પછી અમને એ નોટ યાદ આવી, પરંતુ ભૂકંપમાં અનેક ગામો સાથે અમારું મનફરા ગામ પણ સંપૂર્ણ ધ્વસ્ત થયું હતું. અમારી નોટ પણ ત્યાં ક્યાંક ગુમ થઈ જવાની શંકાથી મળવાની સંભાવના ન હતી. પરંતુ હમણા (ચે. વ. ૧૪, ૨૦૫૮) ગાગોદરમાં એ આત્મકથાનું અવતરણ છબીલે પોતાની નોટમાં કર્યું હતું, (વિ. સં. ર૦૪ર માં અમારું ચાતુમસિ ગાગોદરમાં હતું ત્યારે તે મળતાં અમે આનંદિત થઈ ઊઠ્યા. . પૂજ્યશ્રીની ભાષામાં કહીએ તો પ્રભુએ અમારો મનોરથ પૂર્ણ કરી આપ્યો.
યાદ રહે કે પોતાના ગૃહસ્થ-જીવન પર પૂર્ણરૂપે પૂજ્યશ્રીએ એક જ વાર કહ્યું છે. તે પૂજ્યશ્રીનું જીવન અહીં પ્રસ્તુત છે.
આશા છે : આના દ્વારા વાંચકોને પ્રેરણા મળશે કે શ્રાવકનું જીવન કેવું હોવું જોઈએ ?
- સંપાદક