________________
છે જેના ૦૦૦
09
કર
છે
.
આપે ‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક પ્રકાશિત કરીને કમાલ કરી છે. હું વાંચું છું ત્યારે વિચાર આવે છે કે ક્યાં અંડરલાઈન કરું ? આખું પુસ્તક જ અંડરલાઈન કરવા જેવું છે. આપે સાર-સારનું જ અવતરણ કર્યું છે.
એક વ્યક્તિએ સ્વ.પૂ. આચાર્યશ્રીનો વાસક્ષેપ લેતી વખતે પાલીતાણામાં કહ્યું હતું : મેં ‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક પાંચ વાર વાંચ્યું છે. હજુ પણ વારંવાર વાંચવા માંગું છું.
બાબુભાઈ કડીવાળાએ એક વખત સભામાં કહેલું : અમે કહે કલાપૂર્ણસૂરિ' ગ્રન્થનો દરરોજ સ્વાધ્યાય કરીએ છીએ.
આ બધા ઉદ્ગારો હૃદયના બહુમાનને જણાવનારા છે. આવો આદર-ભાવ હોય તો ચોક્કસ તમારા માટે આ પુસ્તકનું વાંચન કલ્યાણકાર બનશે.
| આટલો આદર ન હોય, માત્ર જિજ્ઞાસાથી તમે વાંચવા ઈચ્છતા હો તો પણ વાંચો. બની શકે કે વાંચતાં-વાંચતાં પણ આદર પેદા થઈ જાય.
- આ પુસ્તકમાં શબ્દ-વૈભવ નથી, વાણી-વિલાસ નથી, સીધા-સાદા શબ્દોમાં સ્વયંની અનુભૂતિને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ છે.
[ પૂજયશ્રીની અનુભૂતિ ખૂબ જ તીવ્ર હતી, પરંતુ અનુભૂતિની અપેક્ષાએ અભિવ્યક્તિ કદાચ ધારદાર નહોતી. તો પણ અભિવ્યક્તિ કરવાની યથાશક્ય કોશીશ તો પૂજ્યશ્રી કરતા જ રહ્યા હતા. પણ
અનુભૂતિ કાંઈ ન હોય, પરંતુ કેટલાક લોકોની અભિવ્યક્તિ એટલી ધારદાર હોય છે કે સાંભળનાર-વાંચનાર એમના પર મુગ્ધ થઈ જાય છે. સુંદર શબ્દોના પેકિંગમાં ઉધાર માલ (પોતાની પાસે અનુભવના નામે મીંડું હોય) વેંચનારા ઘણા હોય છે, પરંતુ આ પુસ્તકના ઉદ્દગાતા પૂ. આચાર્યશ્રી અનુભૂતિના સ્વામી હતા.
અમને તો એમ લાગે છે કે પૂજ્યશ્રીની અનુભૂતિ ખૂબ જ તીવ્ર હતી, પરંતુ જ્યાં સુધી શાસ્ત્રાધાર ન મળે ત્યાં સુધી એ અનુભૂતિને વ્યક્ત નહિ કરતા હોય. માટે જ પૂજ્યશ્રી જ જે વાત કરતા એ બધામાં શાસ્ત્ર-પંક્તિઓ આધારના રૂપમાં
ગઈ છે ઈ
ઈ
© ૦૦ ૦૦ હજી ૦ @ @
. @@@ 9,
જીવે છે છે
- રસ
(
જ
હ