________________
આ ક્રોધ પિશાચ છે. કૃષ્ણ : “તમારા જેવા સાથે હું યુદ્ધ કરતો જ નથી.”
ન ગુસ્સો, ન કોઈ પ્રતિકાર ! રાક્ષસની હાઈટ ઘટી ગઈ. તે મચ્છર જેટલો થઈ ગયો. કૃષ્ણ તેને પગ નીચે દબાવી દીધો.
સવારે ઉઠ્યા ત્યારે બધા ઘવાયેલા હતા. કૃષ્ણ : મેં તો એનો સામનો જ ન કર્યો.
ગુસ્સાનો સામનો કરીએ તો વધતો જ જાય. ગુસ્સો કરનાર કેટલો કરશે ? કેટલી ગાળો આપશે ? આખરે થાકવાનો. આપણે ભીમ નહિ, કૃષ્ણ બનવાનું છે.
જ્ઞાનાદિ સંપત્તિને લૂંટનારા આ ક્રોધાદિ પિશાચો છે.
ગુણ-સંપાદન, દોષ-નિગ્રહ, આ બે કરો. દોષ-ક્ષય તો આ ભવમાં નહિ કરી શકીએ. દોષ-નિગ્રહ કે દોષ-જય કરી શકીએ તોય ઘણું. અહીંનો અભ્યાસ ભવાંતરમાં કામ લાગશે.
જેના સંસ્કાર પાડીશું તેનો અનુબંધ ચાલશે. જેને ટેકો આપશું તેનો અનુબંધ ચાલશે. કોનો અનુબંધ ચલાવવો છે ? દોષોનો અનુબંધ એટલે સંસાર. ગુણોનો અનુબંધ એટલે મોક્ષ. નક્કી તમારે કરવાનું છે. અહીં કોઈ બલાત્કાર નથી. થઈ શકે પણ નહિ. ભગવાન પણ બલાત્કારે કોઈને મોક્ષમાં લઈ જઈ શકે નહિ. જમાલિ આદિને ક્યાં લઈ જઈ શક્યા ?
સમ્યક્ત ભલે ન દેખાય, પણ એના શમાદિ લિંગો જરૂર દેખાય. જુઓ, શમ વગેરે ચિહ્નો છે કે ગુસ્સો વગેરે છે? ગુસ્સો, મોક્ષ દ્વેષ, સંસાર રાગ (નામ-કીર્તિ-સ્વગદિની ઇચ્છા) નિર્દયતા, અશ્રદ્ધા, આ બધા સમ્યકત્વથી બરાબર વિપરીત લક્ષણો છે.
સમ્યત્વના લક્ષણો ઃ મિથ્યાત્વના લક્ષણો : શમ સંવેગ
મોક્ષદ્વેષ - વિભાવદશા પર પ્રેમ.
સંસાર રાગ – સ્વભાવ પર દ્વેષ. અનુકંપા
નિર્દયતા શ્રદ્ધા
શંકા સારો કાળ હોય, સતત જ્ઞાનાદિનો અભ્યાસ - સંસ્કાર હોય તો તે જ જન્મમાં મુક્તિ શિષ્યો મેળવી જાય. એનો લાભ
ક્રોધ
નિર્વેદ
૬૦
*
* *
* *
* *
* * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧