________________
૭ર
આઝાદી પહેલાં અને પછી
અને કોલેજો બંધ કરીને, એમ સહુ સરકારનાં તમામ યંત્રોને અટકાવી દે આ જાતની લડાઈ થવાની છે તેમાં તમે સૌ ભાઈ બહેને સાથ આપજો. ગાંધીજી ઉપર હાથ પડે તે ચોવીસ કલાકમાં બ્રિટિશ સરકારનું તંત્ર તૂટી પડે એમ કરવાની તાકાત તમારા હાથમાં છે. તમને સઘળી ચાવીઓ બતાવવામાં આવી છે, તેને અમલ કરજો.”
૮મી ઓગસ્ટની મધરાતે મળેલી કોંગ્રેસની મહાસમિતિએ અંગ્રેજોને ભારત છોડવા અને એમ ન કરે તે અહિંસક વ્યાપક આંદોલન કરવા ઠરાવ કર્યો. ગાંધીજીએ કરેંગે યા મરેંગે' ને મંત્ર આપી સત્યાગ્રહની બધી રીતે ઉપયોગ કરવા જણાવ્યું. આ આંદોલનને પ્રારંભ કરતાં પહેલાં ગાંધીજી વાઈસરોયને મળીને છેલ્લે પ્રયાસ કરવા ઈચ્છતા હતા, પણ એમ ન બન્યું અને ૯મી ઑગસ્ટે ગાંધીજી તથા બીજા આગેવાન કેગ્રેસીઓની સરકારે ધરપકડ કરી. સભા સરઘસ હડતાલ અને ભાંગફોડ દ્વારા પ્રજાએ સરકારનાં પગલાને જવાબ આપે. સરકારે ટેન્ક અને મશિનગનનું પ્રદર્શન કર્યું. પોલીસ થાણ, સરકારી ચોરા, તાર-ટપાલ ફિક્સ, રેલવે ઉપર હુમલા થયા, અનેક સ્થળોએ પાટા ઉખેડાયા. બિહાર સતારા વગેરે વિસ્તારમાં સરકારી શાસન થંભી ગયું. સમાજવાદી નેતાઓએ તથા અન્ય કેંગ્રેસી નેતાઓએ ભૂગર્ભમાં રહીને આંદોલનનું સંચાલન કર્યું. અશ્રુત પટવર્ધન, રામમનોહર લોહિયા, અરુણા અસફઅલી, અશોક મહેતા વગેરે સમાજવાદી આગેવાન હતા. સતારાના નાના પાટીલ વગેરેએ તથા છોટુભાઈ પુરાણી ને એમના સાથીઓ મનજી સોલા, પંચમહાલના કેટલાક કાર્યકર વગેરેએ ભાંગફોડના કાયક્રમમાં ભાગ લીધે હતા. સૌરાષ્ટ્રમાં ભાવનગરના ગુણવંતરાય પુરોહિત અને એમના ભાઈઓ તથા અમરેલીના કેશુભાઈ ભાવસાર તથા કેટલાક વિદ્યાથીઓ આ પ્રવૃત્તિમાં ભળ્યા હતા. સરકારે ગોળીબાર લાઠીચાજ ધરપકડ વગેરે દમનનાં પગલાં લેવા છતાં આંદોલન શમ્યું નહિ. ૧૯૪ર ના અંત સુધીમાં ૧,૦૨૮ માણસ માર્યા ગયા, ૩૨૦૦ ઘાયલ થયા, ૬૦,૦૦૦ ની ધરપકડ થઈ અને ૨૬,૦૦૦ને જેલ મળી તેમ ૧૮,૦૦૦ને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. | ગુજરાતમાં આંદોલનમાં અમદાવાદે રંગ રાખ્યા હતા. અમદાવાદના મિલમજરેએ સાડા ત્રણ માસ સુધી હડતાળ જાળવી રાખી હતી. અન્ય કારખાનાં અને બજારે પણ બંધ હતાં. શાળા અને કોલેજો છ થી આઠ માસ સુધી બંધ રહી. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિંદ છેડો’ ના ઠરાવને બહાલી આપી અને તેથી ૨૩–૯–૧૯૪૨ ના રોજ એની બરતરફી થઈ. ૧૬મી ઓકટોબરથી મ્યુનિસિપાલિટીના કામદારો પણ હડતાલ ઉપર ઊતર્યા. ૧૯૪૪ માં ચૂંટણી થતાં ગ્રેસ પક્ષના કાર્યકરો ચૂંટાયા. સરકારે મ્યુનિસિપાલિટીને ગેરકાયદેસર રીતે બરતરફ