________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩ર -૪૭)
પ૭
આણંદમાં પિલીસ કસ્ટડીમાંથી છૂટા કરાયેલા આગેવાનોના સરઘસ ઉપર લાઠીચાર્જ કરાયો હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટીના કમ્પાઉન્ડમાં દાખલ થઈને એમાં રહેતા લેકેને પોલીસે માર્યા હતા અને બિનરાજકીય સભામાંથી પાછા ફરતા લેકે ઉપર પણ લાઠીચાર્જ કરાય હતે રાસ ઉપરાંત ત્રાજ લીંબાસી ખંડેલી ઈસણાવ આમોદ વડાલા કઠાણા પાલજ સુરકૂવા બોરસદ આંકલાવ પિપળાવ સેજપુર સુણાવ ગાન વહેરા અને બોચાસણના લકોએ નાકરની લડતમાં સાથ આપ્યો હતો. ૪–૨–૧૯૩૨ ના રોજ “ગાંધીદિન ઊજવવામાં આવ્યું હતા અને બોરસદ તાલુકાનાં કેટલાંક ગામમાં સરઘસ કાઢવામાં આવ્યાં હતાં. રાસ વિરોલ સૈજપુર વાસણું જંત્રાલ વગેરેમાં સભા અને સરઘસના પ્રતિબંધને ભંગ કરાયો હતો. સુણાવમાં લાઠીચાર્જથી ૫૦ માણસ ઘવાયા હતા અને રેડકેસના માણસોને પણ ઝૂડી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રચારક રાવજીભાઈ મણિભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી, એમને ૧૦ દિવસ આણંદ લેક-અપમાં રાખ્યા બાદ પંદર માસની સજા કરાઈ હતી. દારૂના પરવાનાની હરરાજી વખતે પિકેટેગ કરતાં ૬૭ માણસોની ધરપકડ કરાઈ હતી. ૧૯૩ર ની શરૂઆતથી સાત માસ દરમ્યાન ખેડા જિલ્લામાંથી ૭૦૦ જેટલા દંડ ન ભરનાર કે કર ન આપનારના ઘરોમાં જતી કરવામાં આવી હતી. રાસની મુલાકાતે આવેલ ઈન્ડિયા લીગના ડેલિગેશનને રાસની બહેને એ કહેલ કે રાસનું પ્રત્યેક ઘર કોંગ્રેસ-કચેરી છે.
પંચમહાલમાં ૭–૧-૩૨ ના રોજ માંદા હોવા છતાં વલ્લભદાસ મોદીની ધરપકડ કરી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અઠવાડિયા પછી એમને છેડયા, પણ ગોધરા તાલુકાની હદ છોડવા અને કોંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા મનાઈ કરી હતી, અને પોલીસમાં હાજરી પુરાવવા જણાવ્યું હતું. ૭–૮–૩ર ના રોજ એમની ફરી ધરપકડ થઈ હતી. ૧૪-૧-૩૨ ના રોજ દાહોદમાં પ્રભાતફેરીના સરઘસ ઉપર આડેધડ લાઠીચાર્જ થયો હતો અને સ્થાનિક જેલમાં રખાયેલા અટકાયતીઓ ઉપર પણ ૨૮–૧–૩૨ ના રોજ લાઠીચાર્જ કરાયું હતું. ૧૯૩ર ના ફેબ્રુઆરીમાં કલેલમાં નાકરની લડત શરૂ થઈ હતી. સરકારે મારૂતિસિંહ ઠાકરની જમીન કર ન ભરવા બદલ જપ્ત કરી હતી, પંચમહાલ જિલ્લામાં લડતમાં ભાગ લેવા બદલ ૧૧૫ વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. સણસોલીના હિંમતલાલ ગુપ્તાની ધરપકડ બાદ એમનું સ્થાન લેનાર જિલ્લાનાં પ્રથમ સ્ત્રી સત્યાગ્રહી ચંચળબહેન મિસ્ત્રીની દાહોદની સભામાં લાઠીચાર્જ કરાયો હતો, એમને છ માસની જેલ સાથે રૂ. ૨૦ ને દંડ કરાયે હતા. ગોધરાના ડે. માણેકલાલ શાહને બે વરસની સજા