________________
પ્રકરણ ૩
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
| (ઈ. સ. ૧૯૩ર-૪૭) ૧૯૩૨ સત્યાગ્રહ
બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ખાલી હાથે ૨૮–૧૨–૩૧ ના રોજ લન્ડનથી પાછા ફરી મુંબઈ ઊતર્યા. મુંબઈના રોકાણ દરમ્યાન પ્રાંતના આગેવાનેએ ગાંધી-ઈર્વિન કરારને ભંગ કરીને દમનને દેર સરકારે છૂટ મૂકી દીધો હતો એવી ફરિયાદ કરી હતી. ત્રણ વટહુકમ આ અંગે બહાર પાડ્યા હતા, જે ઉપર્યુક્ત કરારના ભંગ સમાન હતા. દારૂના પીઠાં અને પરદેશી કાપડના વેચાણ અંગે કરાતા પિકેટિંગ અંગે અમલદારોએ મુશ્કેલી ઊભી કરી હતી. લડત દરમ્યાન જે મુખીએાએ રાજીનામાં આપ્યાં હતાં તેમને ખાલી જગ્યા હોય તે પાછા સમાવવાના હતા, પણ આ ખાતરીનું પાલન થયું ન હતું. ૧૯૩૦-૩૧ ના સત્યાગ્રહ દરમ્યાન ગુજરાતમાં કરેલ અત્યાચાર અંગે તપાસ કરવાની ખાતરી સરકારે ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગયા તે પૂર્વે આપી હતી. આ તપાસ દરમ્યાન સરકારે બહાર પાડેલ વટહુકમો રજૂ કરવા ભૂલાભાઈ દેસાઈએ કોંગ્રેસ પક્ષ તરફથી માગણી કરી છે એ નકારાઈ હતી અને એ કારણે કોંગ્રેસ પક્ષ તપાસમાંથી ખસી ગયો હતો. આ બધાં કારણોસર પરિસ્થિતિ ફેટક બની હતી. ગાંધીજીએ આથી વાઈસરોય લૈર્ડ વિલિંગ્ડનને રૂબરૂ મળવા માગણી કરી, પણ એ નકારાઈ. એમ છતાં ૨૯-૧૨-૩૧ ના રોજ આ અંગે ગાંધીજીએ તાર કર્યો. સરકારે એમનાં પગલાંઓને બચાવ કરતે વળતો તાર કર્યો. ૩૧-૧૨-૩૧ ના રોજ મળેલ કોંગ્રેસની કારોબારીએ એમની ફરિયાદ સરકાર ન સાંભળે ને ન્યાય ન મળે તે ફરી લડત ચલાવવા નકકી કર્યું અને પ્રજાને કાર્યક્રમની જાણ કરી. ગાંધીજી અને વાઈસરાય વચ્ચે વધુ તારોની આપલે થઈ, પણ પરિણામ આવ્યું નહિ. નેતાઓ એમના પ્રાંતોમાં લડતની તૈયારી કરવા ઊપડી ગયા અને સરકારે પણ તૈયારી કરી, લીધી હતી. ૪-૧-૩૨ ના રોજ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની સરકારે ધરપકડ કરી, કોંગ્રેસને ગેરકાયદેસર સંસ્થા તરીકે જાહેર કરી અને સભા સરઘસ પર લાઠીમાર કરવો અને ઘોડા દેડાવવા, ગોળીબાર કરવો, લોક-અપમાં માર મારવો, વાળ સળગાવવા,ગામડાંધેરવાં અને જપ્તી કરવા જેવા જુલ્મી