________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
४७
ગુજાર્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ આ સત્યાગ્રહ દરમ્યાન ધરપકડ સ્વીકારી ધંધુકાની કોર્ટમાં મૅજિસ્ટ્રેટ ઈસરાણી સમક્ષ એમનું પ્રખ્યાત રાષ્ટ્રગીત બુલંદ અવાજે ગાઈને સહુને પિગળાવી નાખ્યા હતા.
બ્રિટિશ સરકાર એક વર્ષની લડતથી એવી હચમચી ગઈ હતી કે વાઈસરોય લઈ ઈર્વિને ગાંધીજી સાથે સુલેહ કરી, પરિણામે ગાંધી-ઇવિન કરાર થયા (૧૯૩૧ માર્ચ–૫) અને આંદોલન શાંત પડયું. ગાંધીજીએ બીજી ગેળમેજી પરિષદમાં લન્ડનમાં હાજરી આપી, પણ કંઈ મેળવ્યા વગર પાછા આવ્યા. એ પછી નવા વાઈસરોય લોર્ડ વિલિંગ્ડનના સમયમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ વગેરે નેતાઓની ધરપકડ થઈ અને સરકારી જુલમ અને દમનને દોર વધતા ગયા, જ્યારે પ્રજા તરફથી એને ગાંધીજીએ બતાવેલી પદ્ધતિઓથી પ્રતીકાર થતો રહ્યો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને અસહકારની ચળવળ
ગુજરાતમાં ગાંધીજીની અસહકારની ચળવળ ઘણું ક્ષેત્રને અસર કરી ગઈ એમાં સરકારી અંકુશ ધરાવતી અને અનુદાન રકમ મેળવતી અમદાવાદ નડિયાદ અને સુરતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ એટલે કે શહેર-સુધરાઈઓએ પેતાનું પ્રદાન ફક્ત પ્રાથમિક કેળવણીના ક્ષેત્રે સરકાર સાથે અસહકાર કરીને કેવી રીતે આપ્યું એ નોંધપાત્ર છે. અમદાવાદ
૧૯૨૦ માં નાગપુર કોંગ્રેસમાં અસહકારને ઠરાવ પસાર થયા પછી સરકારી સંસ્થાઓને બહિષ્કાર કરવાને કાર્યક્રમ અમલમાં આવે ત્યારે અમદાવાદ સુધરાઈએ પણ પિતાની મર્યાદામાં રહી પિતાના અધિકારક્ષેત્રની પ્રાથમિક શાળાઓને એ લાગુ કરવાનું અને એ માટે સરકારની અનુદાન(ગ્રાન્ટ)-સહાય બિલકુલ ન લેવાનું અને સરકારી શિક્ષણ ખાતાને કોઈ પણ અંકુશ ન સ્વીકારવાનું નક્કી કર્યું" (તા. ૩–૨–૧૮ર૧). એ પછી કલેકટર અને ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તથા સુધરાઈ વચ્ચે પરીક્ષાઓ પર નિરીક્ષણ, રજાઓ, હિસાબે તપાસવા અને નીતિવિષ્યક મુદ્દાઓ પર પત્રવ્યવહાર થતા રહ્યા, પણ સુધરાઈ-સભાસદે મક્કમ રહ્યા, સરકારને નમતું ન આપ્યું અને કરેલા ઠરાવને અમલ કર્યો. સરકારે સુધરાઈની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને સરકારી શાળાઓ તરફ વાળવા નિષ્ફળ પ્રયાસ કર્યા. લડતના દરેક તબકકે સુધરાઈ–સભાસદોને સરદાર વલ્લભભાઈ અને અન્ય કેંગ્રેસી નેતાઓનું સાચું અને તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું