________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
માઈલ) જેટલી કૂચ કરવામાં આવી હતી. દેશભરમાં મીઠાના કાયદાના વ્યાપક રીતે ભંગ શરૂ થઈ ગયા હતા. લેકા મીઠું પકવતા અને આગેવાના એનું જાહેર લીલામ કરતા અને લેાકેા એ ખરીદીને કાયદાના ખુલ્લી રીતે ભંગ કરતા. આમ દેશમાં સવિનય કાનૂનભંગની લડત ચાતરફ વ્યાપી ગઈ. ૬૮
૪૫
ધરાસણાના સત્યાગ્રહ
ગાંધીજીની ધરપકડ પછી અબ્બાસ સાહેબ, નરહરિ પરીખ અને અન્ય નેતાઓએ ધરાસણાની લડત ચલાવી. મીઠાના અગરા લૂટવા એ સત્યાગ્રહી સૈનિકાની ટુકડીઓ લઈ ગયા. પેાલીસેાના મારથી ત્યાં નરહિર પરીખ સારી રીતે ઘવાયા અને સ્વયંસેવા પણ ઘવાયા. એ પછી સરોજિની નાયડુ પણ ધરાસણા ગયાં૯ અને ત્યાં એમણે સારી લડત આપી. ત્રણ હાર જેટલા સ્વયં સેવકા ગભીર રીતે ઘવાયા હતા. આ લડત દરમ્યાન બહેનેાએ પરદેશી કાપડ અને દારૂની દુકાનનું પિકેટિંગ કરવાનું કાર્ય મીઠુબહેન પિટીટ જેવાની આગેવાની નીચે ' હતું. બહેનેાએ આ લડતમાં પેાતાની શક્તિનાં પારખાં કરાવ્યાં હતાં.
ખાલી અને રાસ
મીઠા-સત્યાગ્રહના સમયમાં બારડાલીના કાર્યકર્તા કુંવરજીભાઈ અને એમના સાથીઓએ બારડાલી તાલુકામાં નાકરની લડત ચલાવવાનું નક્કી કર્યું. ગાંધીજી જ્યારે બહાર હતા ત્યારે આવી લડત ચલાવવા કુંવરજીભાઈએ મંજૂરી માગી હતી, પણ પીઢ આગેવાનાની ગેરહાજરીમાં આવી લડત ચલાવવા ગાંધીજીને જોખમ લાગતું હતું, પણ એ વખતે સરદારે સ ંમતિ આપી હતી એટલે મીઠા-સત્યાગ્રહની લડતમાં જ્યારે ગાંધીજી અને સરદાર જેલમાં હતા ત્યારે કુંવરજીભાઈએ ખેડૂતાની સભા ખેાલાવી અને નાકરને ઠરાવ પસાર કરાવી જીવણભાઈ મેરારજીભાઈ ખુશાલભાઈ વગેરેની મદદથી નાકર લડત આરંભી. કાર્યકર્તાઓએ ભૂગર્ભ માં રહી ચામાસાના વરસાદના દિવસેામાં ખેડૂતાની ઘરવખરી પાસેપાસેનાં ગાયકવાડ રાજ્યની હદમાં આવેલાં ગામામાં ખસેડાવી લીધી. આ હિજરત ૧૯૩૦ ના ઍકટાબરના મધ્યભાગથી શરૂ થઈ તે ૧૯૩૧ની ૧૫ માર્ચ સુધી ચાલુ રહી. એ સમયમાં ખેડૂતા હિજરતમાં રહ્યા. બિન-ખેડૂતાએ હિજરત કરી ન હતી, ખેડૂતાએ પેાતાની જમીનમાં વાવણી કરી હતી, પણ પાક તૈયાર થતા એ મધરાતે આવીને લણણી કરીને જતા રહેતા. ખેડૂતાની આ લડત પાંચ-છ મહિના ચાલી. ગાધીજી અને સરદાર બારડેાલી આવ્યા ત્યારે હિજરતીઓને માનભેર એમના વતનમાં પાછા લાવવામાં આવ્યા હતા.